જૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
જૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
અમદાવાદઃ જૂનાગઢમાં મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલ પત્રકારો પર થયેલ લાઠીચાર્જના મામલે એક સબ ઈન્સપેક્ટર અને 3 કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે આ ઘટના એવા સમયે બની જ્યારે જૂનાગઢના સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી હતી. આ મામલે ગુજરાત ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તેમણે ઈન્ક્વાયરી માટે આદેશ આપ્યો છે અને આ તાપસ જૂનાગઢના એસપીની આગેવાનીમાં થશે.

એક ટીવી ચેનલે ઓન એર કરેલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલ યૂનિફોર્મ સહિતના પોલીસ કર્મચરીઓ કેમેરામેનને ધક્કો મારી રહ્યા હતા અને પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એક પોલીસકર્મચારીએ કેમેરામેનને ઝાપટ મારી હોવાનાં દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જૂનાગઢ એસપી સૌરભ સિંહે સોમવારે સાંજે જણાવ્યું કે તેમણે સબ ઈન્સપેક્ટર જેપી ગોસાઈ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દીધા છે. જેપી ગોસાઈએ જ એક પત્રકારને ઝાપટ મારી હતી. જ્યારે ત્રણેય કોન્સ્ટેબલે લાઠીચાર્જ કર્યો હતો.
જુનાગઢ-ફરજ પર રહેલાં પત્રકારો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો,તમારી લાઠી ત્યારે ક્યાં જાય છે જ્યારે બુટલેગરો,બળાત્કારીઓ જેવા ગુના કરે છે?આ બનાવ સાબિત કરે છે જે જુનાગઢ પોલિસ નપુંસક છે? #Impotentpolice@GujaratPolice @dgpgujarat @PradipsinhGuj @vijayrupanibjp @SP_Junagadh pic.twitter.com/raxE2dDqDF
— Piyush Gajjar journalist (@ebf941cc7c9d4ff) May 12, 2019
જણાવી દઈએ કે અગાઉ દાદાગીરી કરનાર પોલીસ અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સૌરાષ્ટ્રના પત્રકારોએ એસપી સૌરભ સિંહની ઑફિસ સામે હડતાળ કરી હતી. માત્ર સૌરાષ્ટ્ર જ નહિ બલકે અમદાવાદ સહિતના ગુજરાતના અન્ય શહેરોમાં પણ પત્રકારોએ આંદોલન છેડ્યું હતું. વસ્ત્રાપુર લેક ખાતે કલેક્ટર વિક્રમ પાંડેને મેમોરેન્ડમ પણ સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- ગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
