બનાસકાંઠામાં રીલ બનાવાના ચક્કરમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ, 25 ઘાયલ
Road Accident in Banaskantha: રીલ બનાવાનો ચસકો ઘણા લોકો લાગ્યો છે. જેમાં લોકો રીલ બનાવામાં એટલા બધા ખોવાઈ જાય છે કે, આસપાસનું કંઈપણ ભાન નથી રહેતું. ઘણીવાર રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે. આવામાં ઘણા લોકો રીલ બનાવાના ચક્કરમાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી દે છે.
આવો જ એક કિસ્સો બનાસકાંઠામાં બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના ત્રિશૂળિયા ઘાટ પર સોમવારની સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો.
ત્રિશૂળિયા ઘાટ 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ સાથે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર છે.
બસ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પલટીને ખીણની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે પાલનપુર અને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, લોકોનું કહેવું છે કે, ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ઘાટ પર ચડતા સમયે ડ્રાઈવર મોબાઈલ રીલ બનાવી રહ્યો હતો. જે કારણે તેનું ધ્યાન ભટકાઈ ગયું હતું. મુસાફરોની ચેતવણી આપવા છતાં પણ તેણે રીલ બનાવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘોર બેદરકારીના કારણે બસ હનુમાન મંદિર પાસે રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કેટલાક મુસાફરોને એવી પણ શંકા હતી કે, આ બસનો ડ્રાઈવર નશામાં પણ હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બસચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જો તે જલ્દીથી પકડાઈ જાય તો તબીબી તપાસમાં આ દુ:ખદ ઘટનામાં નશાની ભૂમિકા હતી કે, કેમ તે બહાર આવી શકે છે.
#WATCH | Banaskantha, Gujarat: On 4 deaths in a bus accident in the district, Banaskantha Collector Mihir Patel ssays, "Today morning at around 8:30 am, a bus returning from Ambaji darshan suddenly overturned near Trishulya Ghat. 4 people have died in this accident, 25 people… pic.twitter.com/QmIsosepx3
— ANI (@ANI) October 7, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
