દાહોદ: મહાકુંભથી પરત આવતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 4નાં મોત, 8 ઈજાગ્રસ્ત
પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે, મહાકુંભમાં અમૃત સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતીઓને દાહોદ પાસે અકસ્માત નડ્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો જેમાં ચાર લોકોના મોત થયા છે, અને આઠ લોકો ઘાયલ થયા છે.
અકસ્માતની મળતી માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે આ ભયંકર અકસ્માત થયો હતો. રસ્તા પર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે જોરદાર ટક્કર મારી દીધી હતી, આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં ચાર શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, જયારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જયારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા. સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી અનુસાર, ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા, તે સમયે ડ્રાઈવરને અચાનક ઝોકુ આવી ગયુ હતું, જેના કારણે સમગ્ર બનાવ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
