ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ભરૂચમાં ટ્રેન પાટા પરથી ઉતરી, વડોદરામાં ભાજપના સભ્ય પર લગ્નની આગલી રાત્રે ફાયરિંગ,વીરમગામમાં બસ પલટતા બેના મોત...ગુજરાતના આવા તમામ મહત્વના ખબરો વિગતવાર વાંચો અહીં.
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વીરમગામ નજીક વહેલી સવારે લકઝરી બસ પલટી, બેના મોત
અમદાવાદના મહાદેવનગર થઈ તલોદ જતી ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર હોવાથી તમામને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચમાં ટ્રેન પાટા પરથી ઉતરી, જાનહાનિ નહી
ભરૂચ થઇને જતી વિરાર શટલ ટ્રેનને ભરૂચના સંજાલી પાસે ટ્રેક પર જઈ રહેલી મેમુ ટ્રેન સામે અચાનક 2 ભેંસ આવી ચઢવાની ઘટનામાં ટ્રેનનાં ડ્રાઇવરે વાપરેલી સમય સૂચકતાથી મોટી હોનારત સર્જાતા ટળી ગઇ હતી. એક ભેંસ ટ્રેક અને ટ્રેનની નીચે ઘૂસી જવાન કારણે ટ્રેનના પાંચમાં કોચ સુધી પહોંચી ગઇ હતી. જયાં બન્ને વ્હિલમાં તેનો મૃતદેહ ફસાઇ જતા બન્ને પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. અને ટ્રેન 600 મીટર સુધી ઘસડાયા બાદ ધીમી પડી હતી.

વડોદરામાં ભાજપના સભ્ય પર લગ્નની આગલી રાત્રે ફાયરિંગ
વડોદરામાં ગત રાત્રે ફાયરિંગની બે ઘટના બની હતી જેમાં એક ઘટનામાં વડોદરાના વાઘોડિયામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય કૌશલ દવે પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. કૌશલ દવે તેના લગ્ન નિમિતે રાખેલા ગરબામાંથી પરત ફરી રહ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ફાયરિંગ બુટલેગર દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ ફાયરિંગમાં કૌશલનો બચાવ થયો હતો. અને લગ્નની આગલી રાત્રે કૌશલ પર ફાયરિંગ થતા લગ્નના ઘરમા ચિંતા વ્યાપી ગઈ હતી. હાલમાં પ્રાથમિક તપાસ મુજબ આ ફાયરિંગ મૂકેશ મિશ્રા નામના બુટલેગરે કર્યું હોવાની શક્યતા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

કલોલના મકાનોની ભેદ આગનું રહસ્ય એક બંધ?
નોંધનીય છે કે વનઇન્ડિયા દ્વારા કલોલના બોરીસણા રોડ પર આવેલા બલરામ પાર્કના ઘરોમાં બાથરૂમ અને ઘરની દિવાલોમાંથી ભેદ આગના ધડકા થવાની ખબર જણાવી હતી. નોંધનીય છે કે આ ખબરના 6 દિવસ પછી ઓએનજીસીના કર્મચારીઓ, ગેસ એજન્સી અને સરકારી તંત્ર શોધખોળ બાદ પણ આ આગના લપકારાનું રહસ્ય જાણી નથી શકાયું. નોંધનીય છે કે ખોદકામ દરમિયાન જૂની ગેસ પાઇપો મળી આવી છે. જેને હાલ બદલવામાં આવી રહી છે. પણ તેમ છતાં આ પાઇપલાઇનો બદલીને પણ આ ભેદી આગ રોકાશે કે કેમ તેની અસમંજસ હજી ચાલુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
