સંત સરોવરના ૧૪ દરવાજા બંધ કરાયા, ૭ ગેટમાંથી ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી છોડાયુ
ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો થોડો વધ્યો છે. ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૧૪ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ૭ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી વાસણા બ
ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો થોડો વધ્યો છે. ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૧૪ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ૭ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી ઊંચી આવી છે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી ૩૬,૩૨૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજમાંથી ૩૦,૭૬૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનું સ્તર જાળવી રાખવા ૧૪ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના ૭ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને ૨૫,૧૧૭ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળ સપાટી જાળવી રાખવામાં આવશે એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે.
નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકોને સલામતીના કારણોસર નદી કાંઠાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
