30 June Covid Update : દેશમાં 11,793 કેસ અને 27 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 18,819 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,34,52,164 થઈ ગઈ છે.

30 June Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 529 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 408 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

સુરતમાં 99 કેસ

સુરતમાં 99 કેસ

આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 226, સુરતમાં 99 કેસ, વડોદરામાં 59 કેસ,વલસાડમાં 20 કેસ, ગાંધીનગરમાં 18 કેસ, રાજકોટ, કચ્છ અને નવસારીમાં 13-13 કેસ, મહેસાણામાં 12 કેસ, જામનગરમાં 8 કેસ નોંધાયાછે.

ગીર સોમનાથ અને ખેડામાં એક-એક કેસ નોંધાયો

ગીર સોમનાથ અને ખેડામાં એક-એક કેસ નોંધાયો

આણંદ, પાટણ અને ભાવનગર જિલ્લામાં 5-5 કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. ગીર સોમનાથ અને ખેડામાં એક-એક કેસ નોંધાયો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2914

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2914

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,17,623 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2914 થઇ છે. જેમાંથી તમામની હાલત સ્થિર છે.

59,218 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

59,218 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.87 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 59,218 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,13,61,977 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

30 June ની અમદાવાદ કોરોના અપડેટ

30 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 220 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 6 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.

આ સાથે શહેરી વિસ્તારમાં 204 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4165 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1114 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધોછે.

30 June ની રાજકોટ કોરોના અપડેટ

30 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 12 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથેશહેરી વિસ્તારમાં 17 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.

જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 1643 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1257 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

30 June ની ભારત કોરોના અપડેટ

30 June ની ભારત કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 18,819 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,34,52,164થઈ ગઈ છે.

આજે અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આજે સક્રિય કેસ વધીને 104,555 થઈ ગયા છે. ભારતમાં39 નવા કોવિડ મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,25,116 પર પહોંચી ગયો છે.

સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.21 ટકાનો સમાવેશ થાય છે,જ્યારે રાષ્ટ્રીય COVID19 રિકવરી રેટ 98.58 ટકા હતો, મંત્રાલયે જણાવ્યું હતું.

આંદામાન અને નિકોબારમાં 24 કલાકમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા

આંદામાન અને નિકોબારમાં 24 કલાકમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા

આંદામાન અને નિકોબાર ટાપુઓના કેન્દ્રશાસિત પ્રદેશમાં આજે આઠ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતાં ચાર ઓછા છે,આ સંખ્યા વધીને 10,157 થઈ છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

પાંચ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જ્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગદરમિયાન ત્રણ કેસ મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દ્વીપસમૂહમાં હવે કોરોના સંક્રમણના 42 સક્રિય કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ચાર સહિત 9,986 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે,એમ તેમણે જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X