રાજ્યની બે નગરપાલિકાઓમાં નગર સેવા સદન નિર્માણ માટે ૩ કરોડ રૂપિયા ફાળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની માણાવદર અને વિસનગર નગરપાલિકાઓને નવા નગર સેવા સદન નિર્માણ માટે કુલ ૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ સહાય મંજૂર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિના ઉપલક્ષ્યમાં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે. રાજ્યની જે નગરપાલિકાઓ પાસે પોતાનું ભવન ન હોય અથવા જે નગરપાલિકાઓના બિલ્ડીંગ ૩૦ વર્ષ કે તેથી વધુ જૂના હોય તેવી નગરપાલિકાઓને રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નવા નગર સેવા સદન નિર્માણ માટે સહાય આપે છે.
તદ્દઅનુસાર, રાજ્યમાં 'અ' અને 'બ' વર્ગની નગરપાલિકાઓને રૂ. બે કરોડ તેમજ 'ક' અને 'ડ' વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧ કરોડ આવા નવા નગર સેવા સદન ના બાંધકામ માટે આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માણાવદર અને વિસનગર નગરપાલિકાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે રજૂ કરેલી નગર સેવા સદન ના નવા ભવન નિર્માણ માટેની દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.
વિસનગર નગરપાલિકા 'બ' વર્ગની નગરપાલિકા હોઇ તેને રૂ. બે કરોડ અને 'ક' વર્ગની માણાવદર નગરપાલિકાને રૂ. ૧ કરોડ નવા નગર સેવા સદન માટે તેમણે મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાછલા બે વર્ષમાં રાજ્યની ૧૧ નગરપાલિકાઓને નવા નગર સેવા સદન ના નિર્માણ કાર્યો માટે કુલ ૧૩ કરોડ ૮૪ લાખ ૩૩ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે.
આ નગરપાલિકાઓમાં 'અ' વર્ગની એક નગરપાલિકાને રૂ. બે કરોડ, 'બ' વર્ગની ૩ નગરપાલિકાઓને રૂ. પ.૪પ કરોડ, 'ક' વર્ગની ૪ નગરપાલિકાઓને રૂ. ૩.૪૯ કરોડ અને 'ડ' વર્ગની ૩ નગરપાલિકાઓને રૂ. ર.૮૯ કરોડ નગર સેવા સદન ના બાંધકામ માટે ફાળવવામાં આવેલા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂ. ૮૦૮૬ કરોડના બજેટ પ્રાવધાન સાથે ર૦ર૪ સુધી લંબાવી છે.
આ યોજના દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓના કાર્યો હાથ ધરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
