ગુજરાતમાં પાણીની તંગીના એંધાણ; 29 ટકા ઓછો વરસાદ નોંધાયો : રિપોર્ટ
અમદાવાદ, 27 ઓગસ્ટ : ગુજરાતમાં જુલાઇ મહિનામાં સારો વરસાદ નોંધાયો હતો. જો કે ચાલુ ઓગષ્ટ મહિનામાં વરસાદ પર બ્રેક લાગી ગઇ છે. આ બાબત ગુજરાતના હવામાન વિભાગે જણાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી સુધી પડેલો કુલ વરસાદ વરસાદની મોસમના કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં ઓછો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 29 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો છે. આંકડા દર્શાવે છે કે 23મી ઓગષ્ટ સુધી 797મીમી વરસાદનો 57.54 ટકા વરસાદ ગુજરાતમાં થયો છે. આ આંકડા પહેલી ઓગષ્ટના દિવસે 47.11 ટકા હતો. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા બાદ પાછળથી વરસાદ નહીં પડતા હજી પણ ગુજરાતમાં વરસાદની અછત છે.
આ અંગે રાજ્ય મહેસુલ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જુન બાદથી રાજ્યમાં માત્ર 24.42 ટકા વરસાદ થયો હતો. જુનમાં દર વર્ષે મોનસુનની શરૂઆત થાય છે. જુલાઇ દરમિયાન ગુજરાતમાં 351 મીમી વરસાદ થયો હતો. જ્યારે ઓગષ્ટના છેલ્લા 23 દિવસ દરમિયાન ગુજરાતમાં માત્ર 83 મીમી વરસાદ થયો છે, જે ખુબ ઓછો છે.

હજી સુધી ગુજરાતમાં 23મી ઓગષ્ટ સુધીના આંકડા મુજબ 797મીમી વરસાદ પૈકી 458.62 મીમી વરસાદ થયો છે. ચિત્ર સાવ નિરાશાજનક નથી. કારણ કે હજુ પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 248 તાલુકા પૈકી 57 તાલુકા એવા છે જ્યાં 250 મીમી કરતા ઓછો વરસાદ થયો છે. 387મીમી વરસાદનો સરેરાશ ધરાવનાર કચ્છમાં માત્ર 167 મીમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 675 મીમીના સરેરાશ સિઝનલ વરસાદ પૈકી 46.87ટકા વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વધારે વરસાદ થયો છે. 637 મીમીના ર્વાષિક વરસાદની સામે અહીં 416 મીમી વરસાદ થયો છે. જે સરેરાશ વરસાદના 65.33 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં 1358મીમીના ર્વાષિક વરસાદની સામે 757 મીમી વરસાદ થયો છે. જે 55.86 ટકાની આસપાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
