ભાદરવી પૂનમના મેળા દરમિયાન 8 લાખની કિંમતનો 2820 KG ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને ગુણવત્તાયક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા મે મોહિની કેટરર્સની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરી હતી.
શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રકટ મે. મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂપિયા 8 લાખની કિંમતનો 2820 KG ઘીનો ભેળશેળવાળો જથ્થો તારીખ 28 ઓગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો છે.

ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે મોહિની કેટરર્સના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના 2 લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે મોહિની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું.
આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું.
ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 8 લાખની કિંમતના 15 કિગ્રાના કુલ 188 ટીનમાંથી 2820 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોવાના કારણે તેમનો પૃથક્કરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવતા મે મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં રાજ્યના મોટા ધાર્મિક સ્થળોનું FSSAI-નવી દિલ્હી દ્વારા માન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા કૂલ 47 મંદિર પરિસરનું ટ્રેનિંગ અને ઓડીટ કરાવવામાં આવ્યું હતું અને તેમને Blissful Hygienic Offering to God (BHOG) સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. જેમાં અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવી ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે, તે માટે મંદિર પરિસરનું પણ BHOG સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
