SOTTO અંતર્ગત રાજ્યમાં ૬ દિવસની અંદર ૧૦ અંગદાન થયા : ૨૭ જરૂરિયાતમંદને નવજીવન

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં ૧૦ અંગદાન થયા છે. આ ૧૦ અંગદાતાઓના અંગદાનથી ૨૭ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

Bhupendra patel

ગુજરાત સ્થાપનાના ૬૩મા વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઇતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે.

ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ ૨૭ દર્દીઓને નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા ૨૭ અંગોમાં ૧૬ કિડની, ૯ લીવર, ૧ હ્રદય, ૧ આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે.

જેમાંથી ૧૦ કિડની અને ૬ લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

આ ૧૦ અંગદાનમાંથી ૯ અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હોવાનું ડૉ.મોદીએ ઉમેર્યુ હતુ.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિધ્ધી અંગે કહ્યું હતુ કે, તાજેતરમાં જ સિવિલ સર્વીસીસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે.આ એવોર્ડ પ્રાપ્ત થયાના ૧૦ દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે જેની આ ઐતિહાસિક સિદ્ધિ સાક્ષી પુરે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે જ આ સિધ્ધી હાંસલ થઇ છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X