લાભાર્થીઓની બસંદગી કોમ્ય્યુટરાઇઝ્ડ ડ્રો માર્ફતે પસંદગી કરવામાં આવી
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓ ની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હીના સહ્યોગી યોજનાઓમાં ટ્રેક્ટર વીથ ટ્રોલી યોજનામાં ૧૧૯ લાભાર્થીઓને રૂ.૮.૪૮ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૨૨ લાભાર્થીઓને ૧.૩૬ કરોડ અને થ્રી વ્હીલરની યોજનાઓમાં ૨૭૩ લાભાર્થીઓને રૂ.૫.૫૭ કરોડ એમ મળીને કુલ રકમ રૂ.૧૫.૪૧ કરોડના ધિરાણ માટે કુલ ૪૧૪ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકાર સાયિત યોજનાઓમાં થ્રી વ્હીલરની યોજનાઓમાં રકમ રૂ.૯૭૨ કરોડના ધિરાણ માટે કુલ ૩૮૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, બન્ને યોજનાઓ મળીને કુલ ૮૦૩ લાભાર્થીઓને કુલ રકમ રૂ.૨૫.૧૩ કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો યોજાયો હતો.
તે ઉપરાંત ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત ધિરાણ પામેલ લાભાર્થીઓને વસુલાતના હપ્તા ભરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલથી વસુલાતનો હપ્તો ભરી શકે તે માટે પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
