સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ, સ્વાગત સપ્તાહની ઉજામમાં આવશે.
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું સમયબદ્ધ નિવારણ લાવવાના હેતુથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ 'સ્વાગત' કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કરાવ્યો હતો.

આ 'સ્વાગત' કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્વાગત સપ્તાહની ઉજવણીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં રાજ્ય સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રાસરૂટ લેવલે કાર્યરત પદાધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપીને 'સ્વાગત' કાર્યક્રમને વધુ સુદ્રઢ, લોકાભિમુખ અને વ્યાપક બનાવવાનો અભિગમ દાખવ્યો છે.
સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શનિવારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના સરપંચઓ, ગ્રામ પંચાયતના સદસ્યઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને વીસીઇને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય અને પંચાયત વિભાગના ઉપક્રમે ઓનલાઇન તાલીમ બાયસેગના માધ્યમથી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યની ૧૪,૫૧૫ ગ્રામ પંચાયતોના ૧૦,૦૯૫ સરપંચશ્રીઓ, ૫૩,૯૪૧ ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ તથા ૧૮,૯૦૭ તલાટીઓ અને વી.સી.ઇ એમ કુલ ૮૨,૯૪૩ પદાધિકારી/કર્મચારીઓએ 'સ્વાગત'ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી.
આ ઓનલાઇન તાલીમમાં ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને સ્વાગત કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર કરી તેનો વ્યાપ વધારવા અને નાગરિકોની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટેની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી.
વિકાસ કમિશનરશ્રી સંદીપ કુમાર, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી ડો. એમ. ડી. મોડીયા તેમજ શ્રી આર.વી. વ્યાસ, નાયબ કલેક્ટર ભારતીબા વાઘેલાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામને વિશ્વફલક પર આદર્શ ગ્રામ તરીકેની ઓળખ અપાવનાર પૂર્વ સરપંચશ્રી હિમાંશુભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સરપંચશ્રી દેવાંગભાઈ પંડ્યા, નિવૃત્ત તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીશ્રીઓએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
