વરિયાળી ઉપર પાવડર અને ગોળની રસી ચડાવી ડુપ્લીકેટ જીરું બનાવનારા તત્વો સામે સરકારની લાલ આંખ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ.૨.૧૪ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કોશિયાએ કહ્યું હતું કે, ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા બનાવટી જીરું અંગે ઊંઝામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડ આચરનાર વેપારી પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ, મકતુપુર- સુણોક રોડ, મુ-મકતુપુર, ઊંઝાની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જે જીરામાં ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળ્યું છે. તપાસ દરમિયાન સ્થળ પર "ગોળની રસી"નો ૧૦૦ લીટર જથ્થો, "બ્રાઉન પાઉડર" નો ૩૫૦ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૬૩૦ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૭૦૦ કિલોગ્રામ જથ્થો ટીમ દ્વારા સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, સ્થળ પરથી જીરું- ૦૧, ગોળની રસી (એડલટ્રન્ટ) -૦૧, બ્રાઉન પાઉડર (એડલટ્રન્ટ) - ૦૧ અને ઝીણી વરિયાળી (એડલટ્રન્ટ) -૦૧ મળીને કુલ- ૦૪ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગોળની રસીના જથ્થાનો સ્થળ પર જ વેપારી દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો અને બાકીનું બનાવટી જીરું, બ્રાઉન પાઉડર અને ઝીણી વરિયાળીનો કુલ ૩,૬૮૦ કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત રૂ. ૨,૧૪,૧૫૦/- થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ કમિશનરશ્રીએ વિગતો આપતા કહ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
