હંજરાપર ગામને પાટીયે કરન્ટ લાગવાથી 2 ગાયના મૃત્યુ, PGVCL ઊંઘતું ઝડપાયું
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આવેલા હંજરાપર ગામના પાટીયે કરન્ટ વાગવાથી બે અબોલ પશુનાં મૃત્યુ થયાં છે. આજે 26 સપ્ટેમ્બરને મંગળવારે વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસે આ ઘટના બની છે. ઘટના બન્યાના 3 કલાક પછી પણ આ અબોલ પશુના મૃતદેહ રોડ કાંઠે હજી એમનમ પડ્યા હતા અને પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ગ્રામજનો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ઘટના બન્યા પછી પીજીવીસીએલની એક ગાડી અહીંથી નીકળી હતી, અમોએ હાથ ઉંચો કર્યો છતાં તેમણે ગાડી ના રોકી અને હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર કહેવા છતાં પીજીવીસીએલના અધિકારીઓએ આ અંગે કંઈ ધ્યાન દોર્યું નહીં જેને પગલે આજે બે ગાયના જીવ ગયા.
પીજીવીસીએલના અધિકારી પઠાણ સાહેબ જોડે વાત થતાં તેમણે નેશનલ હાઈવે પર આરોપની ટોપી પહેરાવવાની કોશિશ કરી, તેમણે કહ્યું કે ટ્રાન્સફોર્મર યોગ્ય ઉંચાઈએ જ હતું પરંતુ હાઇવે બન્યો હોવાથી ભરતી કરી હોવાથી ઉંચાઈ ઘટી ગઈ છે.
જો કે દોષનો પોટલો નેશનલ હાઇવે પર ઠાલવવાનો પ્રયત્ન કરતા પઠાણ સાહેબે ઘટના સ્થળે આવીને હકીકત તપાસવાનો પ્રયત્ન શુદ્ધાં કર્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
