સ્તનપાનને વધુ સુદ્રઢ કરવા-કામકાજ કરતાં માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવાની થીમ સાથે ઉજવાશે
સ્તનપાન અંગે જાગૃતિ લાવવાના આશયથી વિશ્વભરમાં પ્રતિ વર્ષ તા.૧ થી ૭ ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહની ઉજવણીનું આયોજન વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શન (WABA) દ્વારા ૧૯૯૦-૯૧માં કરવાનું નિયત કરાયું હતું. વાબા, માતાઓને સ્તનપાન માટે વધુ જાગૃત કરવા પ્રોત્સાહિત કરે છે. વાબા દ્વારા પ્રથમ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનું આયોજન, વર્ષ ૧૯૯૦-૯૧માં સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ દેશોએ નવી પહેલની ઉજવણી કરી હતી અને આજે વાબામાં કુલ ૧૭૦ દેશોની ભાગીદારી નોંધાઈ છે.

વાબા (WABA) દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૩ની થીમ "સ્તનપાનને સુદ્રઢ કરવા-કામકાજ કરતાં માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવું" નિયત કરવામાં આવી છે ("Let's make breastfeeding and work, work!"). જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય સુવિધાઓ સાથે કાર્યસ્થળોમાં મહિલાઓને સમર્થન આપવા વ્યાપક જાગૃતિ માટે કાર્યવાહી કરવી, માતાઓને પ્રસુતિ અધિકારો અને અન્ય સહાયક પગલાં વિશે માહિતગાર કરવા માટે હાલની યોજનાઓને વધુ મજબૂત કરવા જેવા વિષયો આવરી લેવાયા છે. જેથી વ્યવસાયિક માતાઓને સક્ષમ બનાવી શકાય.
સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૩ દરમિયાન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના સેવાઓ (આઈ.સી.ડી.એસ) દ્વારા આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્તનપાનને સમર્થન આપવા માટે આશરે ૧૮ લાખથી વધુ નાગરિકો પ્રતિજ્ઞા લેશે, આશરે ૭ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ (મધર્સ ગ્રુપ મીટિંગ્સ), જન્મના એક કલાકની અંદર ધાત્રી માતાએ સ્તનપાન કરાવવા અંગે તેના પરિવારની આશરે ૨૭ લાખથી વધુ મહિલાઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ ગામોની ડેરીઓના ૩૬ લાખ સહકારી સભ્યો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતા અને નવજાત શિશુ માટે સ્તનપાનના ફાયદા, કુટુંબ(ખાસ કરીને પુરુષો) કેવી રીતે માતા દ્વારા સફળ સ્તનપાન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે માટેની જાગૃતતા, ૬ માસ સુધી ફક્ત સ્તનપાનથી કુટુંબને શું ફાયદા થાય તે વિષે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રામજનોને વિશિષ્ટ સ્તનપાન અને તેનું મહત્વ, બાળક પર કોઈ પણ અન્ય પાવડર અથવા ફોર્મ્યુલા દૂધના ઉપયોગથી થતી ખરાબ અસર, સ્તનપાન માટે માતા અને બાળકને મદદ કરવામાં પરિવારના સભ્યોની ભૂમિકા વિષે વિવધ જિલ્લાઓના આંગણવાડી કેન્દ્રો પર પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્તનપાન અંગે જાગૃતતા કેળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ સ્તનપાનની વહેલી શરૂઆત, નવજાત બાળક અને માતા માટે છ મહિના સુધીનું વિશિષ્ટ સ્તનપાન અને કુટુંબના સભ્યો માતાને માનસિક રીતે ટેકો આપી શકે તે વિશે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે. જે માટે સમગ્ર રાજ્યમાંથી આશરે એક કરોડથી વધુ નાગરિકોને આવરી લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
