151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ પર અત્યાચારના કેસ, ગુજરાતમાં ભાજપના 2 અને કોંગ્રેસના 2 MLA સામેલ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના (ADR Report) રિપોર્ટ પ્રમાણે, દેશમાં વર્તમાન 151 સાંસદો અને ધારાસભ્યોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલાઓની માહિતી આપી છે. જેમાં પશ્ચિમ બંગાળના સાંસદો અને ધારાસભ્યની સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતના ભાજપના બે અને કોંગ્રેસના બે એમ ચાર એમએલએનો સમાવેશ થાય છે.
ભાજપના 15મી ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, લાઠીથી જનક તળાવિયા અને વડગામથી જિગ્નેશ મેવાણી તેમજ પાટણથી પ્રો. કિરીટ પટેલ એમ બે કોંગ્રેસ ધારાસભ્યો સામે મહિલા ઉપર અત્યાચારના ગુનાઓ દાખલ થયાનુ આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે.

ADR એ 2019 અને 2024ની વચ્ચે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરેલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના 4809 એફિડેવિટ્સમાંથી 4693ની તપાસ કરી હતી. આ પછી 16 સાંસદો અને 135 ધારાસભ્યોની ઓળખ કરતાં 151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે, 25 સાંસદો અને ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ કેસ છે. આ પછી આંધ્ર પ્રદેશમાં 21 અને ઓડિશામાં 17 સાંસદ-ધારાસભ્યો સામે કેસ નોંધાયેલા છે. કોલકત્તાની એક સરકારી હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યા અને થાણેમાં બે છોકરીઓના જાતીય શોષણની ઘટનાઓને લઈને દેશભરમાં વિરોધ વચ્ચે આ રિપોર્ટ સામે આવ્યો છે.
16 એવા સાંસદો અને ધારાસભ્યો છે કે જેમને ભારતીય દંડ સંહિતની (IPC) કલમ 376 મુજબ બળાત્કારના કેસની જાણકારી આપી છે. આ કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈ છે. જેમાં બે સાંસદો અને 14 ધારાસભ્યો છે. રિપોર્ટ પ્રણાણે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ભારતીય જનતા પાર્ટીના (BJP) સૌથી વધુ 54 સાંસદો-ધારાસભ્યો છે. આ પછી કોંગ્રેસના 23 સાંસદો-ધારાસભ્યો અને તેલુગુ દેશમ પાર્ટીના (TDP) 17 સાંસદ-ધારાસભ્ય છે.
વર્તમાનમાં ભાજપ અને કોંગ્રેસના પાંચ-પાંચ સાંસદો-ધારાસભ્યો દુષ્કર્મનો કેસનો સામનો કરી રહ્યાં છે. ચૂંટણી સુધારણા માટે કામ કરતી એડીઆર સંસ્થાએ રાજકીય પક્ષોએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાથી દૂર રાખવા પર ભાર મૂક્યો છે, ખાસ કરીને જેઓ દુષ્કર્મ અને મહિલાઓ વિરુદ્ધ અન્ય ગુનાઓના આરોપી છે. આ ઉપરાંત, રિપોર્ટમાં સાંસદો અને ધારાસભ્યો સામેના કોર્ટ કેસોની ઝડપી સુનાવણી અને પોલીસ દ્વારા વ્યાવસાયિક અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
