ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ ગ્રામપંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે!
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજયમાં ૧૪ ઓકટોબરથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આજે વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો પારડી કુમાર શાળાના મેદાન ખાતે યોજાનાર છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજયમાં ૧૪ ઓકટોબરથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આજે વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો પારડી કુમાર શાળાના મેદાન ખાતે યોજાનાર છે. આ ગરીબ કલ્યાણ મેળામાં રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા ૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૫ ગ્રામ પંચાયતોના ભવનોનું લોકાર્પણ થનાર છે.

રાજય સરકાર દ્વારા રાજયની પંચાયતો માટે નવીન ભવન તૈયાર કરવા માટે ભાર મૂકવામાં આવી રહયો છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પણ ગ્રામપંચાયતોના નવા મકાનો બની રહયા છે. આ લોકાર્પણ થયેલા ગ્રામપંચાયતોના નવા મકાનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, રૂરલ ઇન્ફાસ્ટ્રકચરના પ્રકલ્પો હેઠળ ગ્રામપંચાયતોના નવા ભવનો બની રહયા છે. જેમાં ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે જિલ્લા પંચાયત કટિબધ્ધ છે. આ નવા ભવનો માટે આ ગ્રામપંચાયતના તૈયાર થયેલા નવા મકાનમાં તલાટી કમ- મંત્રીને આવાસની સુવિધા રાખવામાં આવી છે તેમજ ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ ડીજીટલી મળે તે માટે ઇ ગ્રામ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં જે ૧૫ ગ્રામપંચાયતોના નવા મકાનો તૈયાર થયા છે તેમાં સરકારve નાણાંપંચ અને મનરેગાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે. આ મકાન ગ્રામપંચાયત દીઠ રૂા. ૧૪ લાખ પ્રમાણે તૈયાર થયા છે. જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો કપરાડા તાલુકામાં ૭, ઉમરગામ તાલુકામાં ૩, પારડી તાલુકામાં ૨, તેમજ વલસાડમાં એક, વાપીમાં પંડોર અને ધરમપુરમાં મોટી ઢોલ ડુંગરીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
