રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશે
કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ માટે રાજ્ય સરકાર 53 રેલવે ઓવરબ્રીજ પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા તથા 27 આર.ઓ.બી. રેલવે વિભાગ દ્વા
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે નવી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાત આજે માળખાગત સવલતોના નિર્માણ થકી દેશનું ગ્રોથ એન્જીન પુરવાર થઇ રહયુ છે ત્યારે કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટનો 558 કિલોમીટરનો હિસ્સો જે ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તેના કામો આગામી 2018 સુધીમાં પૂર્ણ કરાશે. જેનાથી રાજયમાં ઉદ્યોગોનો વ્યાપ વધશે અને રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે.

દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ અંગે આજે વધુ વિગતો આપતા નાયબ
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજયના વિકાસ માટે મહત્વના આ પ્રોજેકટમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેમાં કુલ પ્રોજેકટ ખર્ચમાં 50 ટકા હિસ્સો રાજય સરકારનો તથા 50 ટકા હિસ્સો રેલવે મંત્રાલયનો રહેશે. આ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર રૂા.1250 કરોડ અને રેલવે મંત્રાલય રૂા.1250 કરોડ ફાળવશે.
કેન્દ્ર સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ કુલ લંબાઇ 1508 કિલોમીટર છે. જે પૈકી ગુજરાતમાંથી 558 કિલોમીટરનો રેલવે માર્ગ પસાર થાય છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતો આ રેલ માર્ગ રાજ્યના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં બનાસકાંઠાથી શરૂ થઇ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વસલાડ જિલ્લામાં થઇને મહારાષ્ટ્રમાં પ્રવેશશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, આ રેલવે લાઇન ઉપર આવતા તમામ લેવલ ક્રોસીંગ ઉપર રેલવે ઓવરબ્રીજ તથા રેલવે અંડરબ્રીજ બનાવાશે. જે માટે કુલ-53 ઓવરબ્રીજનું નિર્માણ થશે. તે પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા અને 27 આર.ઓ.બી. રેલવે મંત્રાલય દ્વારા નિર્માણ કરાશે. હાલ આ 53 આર.ઓ.બી. પૈકી 12
આર.ઓ.બી.ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે અન્ય 41 કામોના અંદાજ પત્રો ટેન્ડર પ્રક્રિયા હેઠળ પ્રગતિમાં છે.
Read also: ગુજરાતમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ ખોલવા અંગે મળી બેઠક
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ખેડૂતો અને લોકોને ટ્રાફ્રિક સમસ્યાનો ભોગ ન બનવુ પડે તે માટે પણ 88 જેટલા ક્રોસીંગ ઉપર રૂા.500 કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવાની કામગીરી પણ રેલવે વિભાગ દ્વાર હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ પૂર્ણ થવાથી રાજયના નાગરિકોનો સમય અને ઇંધણની બચત થશે અને સાથે સાથે ટ્રાફ્રિકનું ભારણ ઘટશે અને નાગરિકોની સલામતીમાં પણ વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
