ગુજરાતમાં 12 લાખ નવા મતદારો ઉમેરાયા

આ અંગા માહિતી આપતા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 2012માં 3.78 કરોડ હતી જે હવે વધીને લગભગ 3.90 કરોડની થઇ છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં 11મી ફેબ્રુઆરીથી 5મી એપ્રિલ સુધી મતદાર યાદીમાં સુધારણા-ઉમેરા અંગેનો એક કાર્યક્રમ યોજયો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં જે લોકોએ 1 જાન્યુઆરી, 2013 પહેલા 18 વર્ષ પુરા કર્યા હોય તેમના નામનો ઉમેરો મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ 2.44 લાખ નવા મતદારો એકલા અમદાવાદ જિલ્લામાં જ ઉમેરાયા છે. અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી વખતે 45.14 લાખ મતદારો હતા જે હવે વધીને 47.58 લાખ મતદારો થયા છે. અમદાવાદ બાદ સુરતમાં 1.56 લાખ નવા મતદારો ઉમેરાયા છે. ડાયમંડ સીટી ગણાતા સુરતના મતદારોની સંખ્યા 33.97 લાખથી વધીને 35.53 લાખની થઇ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 20,000થી 40,000 જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે. ડાંગમાં ગત ચૂંટણી વખતે 1.44 લાખ મતદારો હતા જેમાં 3,000 મતદારોનો ઉમેરો થતા મતદારોની સંખ્યા 1.47 લાખની થઇ છે. તાપીમાં 8,000 નવા મતદારો ઉમેરાયા છે અને કુલ મતદારોની સંખ્યા 4.20 લાખથી વધીને 4.28 લાખ થઇ છે. નર્મદા જિલ્લામાં પણ 8,000 નવા મતદારો ઉમેરાયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
