વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગીરનારને કરાયો પ્લાસ્ટિક મુક્ત
પર્યાવરણ માટે પ્લાસ્ટીક નુક્સાનકારક છે. જેને ધ્યાનમાં રાખીને જુનાગઢ ખાતે નેચર ફાસ્ટ અને ઉષા બ્રેકો કંપની રોપ વે ની ટીમ દ્વારા ગીરનારને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યુ હતું જેમા કં
પર્યાવરણ માટે પ્લાસ્ટીક નુક્સાનકારક છે. જેને ધ્યાનમાં રાખીને જુનાગઢ ખાતે નેચર ફાસ્ટ અને ઉષા બ્રેકો કંપની રોપ વે ની ટીમ દ્વારા ગીરનારને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યુ હતું જેમા કંપનીના કર્મચારીઓ તેમજ જુનાગઢના નાગરીકોએ પણ ભાગ લઇને ગીરનારમાથી પ્લાસ્ટીકના કચરાને એકત્ર કર્યો હતો.

સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ આને ગિરનાર રોપ વે ના સ્ટાફના સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરના પાછળના ભાગે જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. નેચર ફર્સ્ટના યુવાનો સાથે ઉભા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક ગિરનાર રોપ વે ના અધિકારીઓ તેમજ સ્ટાફના યુવાનો જોડાયા હતા.
આ અભિયાન માટે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરતા કંપનીના અધિકારી દીપકભાઈ કપલીશ દ્વારા યુવાનોની આ વાતને વધાવી લઇ શક્ય એટલો સહયોગ આપવા અને અભિયાનમાં તેમની પણ ટીમ સહયોગ માટે સાથે જોડાશે તેવી ખાતરી આપી હતી. ઉષા બ્રેકો તેમજ નેચર ફર્સ્ટ ના મળી ૩૫ જેટલા યુવાનોએ મિશન નેચર ફર્સ્ટ માં ભાગ લીધો હતો પ્રકૃતિના જતન માટે સતત કામ કરતી સંસ્થા નેચર ફર્સ્ટ ની ટીમ તથા ઉષા બ્રેકો ફાઉન્ડેશન ( ગિરનાર રોપવે ) ના સહયોગથી પર્યાવરણ દિવસ ની ઉજવણીના ભાગરૂપે ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્તારમાં ૩૯ ,મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું એનજીઓ તેમજ રોપવેના અધિકારીઓ અને સ્ટાફ ના ૩૫ જેટલા યુવાનોએ આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે ૧૦૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.
આ દિવસે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશનનો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે. સાથે સાથે જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો. ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓએ આજના અભિયાનમાં આપેલ સહયોગ બદલ તેમના માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
