IT/ITes પોલિસીમા ૨૮,૭૫૦ નવી રોજગારી સર્જન માટે અત્યાર સુધીમાં ૧૬ એમઓયુ થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે. ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. એટલું જ નહિ, આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો જ ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે, જેના કારણે યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivity માં વધારો થશે અને રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળવા સાથે આવા કેબલ લેન્ડીંગ સ્થાપનારૂં દેશનું ત્રીજુ રાજ્ય બનવાની દિશા ગુજરાત માટે ખૂલી છે.
મુખ્યમંત્રીના દિશાદર્શનમાં જાહેર કરવામાં આવેલી નવી IT Policy (2022-27) એ સમગ્ર IT સેક્ટરમાં આકર્ષણ પેદા કર્યુ છે. એટલું જ નહિ, રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનોનો ઉદભવ થયો છે. આ પોલિસી ભારતીય IT ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોલિસી લેન્ડસ્કેપમાં પ્રથમ વખત CAPEX-OPEX મોડલનો નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.
પોલિસી જાહેર થયાના ૭ મહિના જેટલા ટૂંકાગાળામાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે ૧૬ જેટલા એમઓયુ થયા છે, તેના કારણે ૨૮,૭૫૦ કુશળ IT રોજગારીનું સર્જન થવાની સંભાવના છે.
ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે થયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ડી.એસ.ટી ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
