અમદાવાદના નારોલમાં સ્ટોન કિલિંગનો ચકચારી કેસ, પત્થરથી મોઢુ છુંદી કરી કરપીણ હત્યા કરનાર પકડાયો
અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કેસ સામે આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કેસ સામે આવ્યો છે. કમકમાટીભરી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવાનની કરપીણ હત્યા કરી સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો જેના કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો હતો પરંતુ નારોલ પોલિસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર યાદવ નામના યુવાનની મોઢુ છુંદીને હત્યા કરી દેવામાં આવી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નારોલમાં સનરાઈઝ હોટલ પાછળ અવાવરા મકાનમાં હત્યારાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. રાજકુમાર યાદવ નામના યુવાનની પત્થર વડે મોઢુ છુંદીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કરીને સ્ટોન કિલર ભાગી ગયો હતો પરંતુ નારોલ પોલિસે આ ઘટનામાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ સ્ટોન કિલરને શોધી લીધો હતો.
પોલિસે આરોપીની કરેલી પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થયા છે. આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ છે કે હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો જ મિત્ર હતો પરંતુ મિત્રો વચ્ચે પૈસાની લેવડ-દેવડ મામલે ઝઘડો થયો હતો અને આ ઝઘડો ઉગ્ર બની જતા સ્ટોન કિલરે એક પ્લાન બનાવ્યો હતો. જેમાં સ્ટોન કિલરે રાજકુમાર યાદવ નામના વ્યક્તિને સનરાઈઝ હોટલ પાછળ અવાવરુ મકાનમાં પૈસા આપવા માટે બોલાવ્યો હતો. જ્યાં તેણે પત્થર વડે મોઢુ છુંદીને તેની કરપીણ હત્યા કરી દીધી છે. નોંધનીય છે કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નારોલ પોલિસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
