શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને રાખવા માટે લાયસન્સ ફરજિયાત, 5થી 20 હજારનો દંડ
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે.
અમદાવાદઃ હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31 માર્ચના રોજ વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. આ બિલની જોગવાઈ મુજબ કાયદો અમલામાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાથી આ સમસ્યાના ઉકેલ માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી હતી. જે બાદ સરકાર સક્રિય બનતા હવે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બિલ મુજબ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવુ પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવુ પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ કે ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.
પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ મેળવવુ પડશે. લાયસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનુ રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાયસન્સ ઈન્સ્પેક્ટર નિયુક્ત કરશે. ટેગ સાથે ઢોર પકડાવાના કિસ્સામાં પહેલી વાર 5 હજાર, બીજી વાર 10 હજાર અને ત્રીજી વાર 15 હજારનો દંડ વસૂલાશે અને ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલી પછી ઢોર માલિકને પાછુ અપાશે. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી વાર આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધી કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે.
બિલ મુજબ હવેથી શહેરી વિસ્તારમાં ગમે ત્યાં ઘાસનુ વેચાણ થઈ શકશે નહિ. સત્તા મંડળ દ્વારા નક્કી કરાયેલ શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસનુ વેચાણ થઈ શકશે. બિલની જોગવાઈ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનુ વેચાણ થાય તો પહેલી વાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજી વારમાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે. બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટે પણ સૂચના આપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહનો બાળવા કે દફનાવવા માટે જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ(ઈન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
