હવે ઘરે બેઠા કરી શકશો ગ્રેજ્યુએશન અને માસ્ટર, ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યા 6 ઓનલાઈન કોર્સ, જાણો યાદી
Ahmedabad: એક વર્ષના વિલંબ બાદ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ આખરે 1 જૂનથી શરૂ થતા 2024-25 શૈક્ષણિક વર્ષમાં છ નવા ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કર્યા છે.
આ અભ્યાસક્રમો ત્રણ સ્નાતક ડિગ્રી અભ્યાસક્રમો અને ત્રણ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો છે. યુનિવર્સિટી વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

એક વર્ષ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ સારી રાષ્ટ્રીય રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓને ઓનલાઇન સ્નાતક અને માસ્ટરના અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપી હતી.
ગ્રેજ્યુએશન અને માસ્ટર એમ કુલ 6 કોર્સ ઓનલાઈન ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યા છે. જેના માટે ગુજરાત યુનિવર્સિટીએ ઓફિસિયલ પરિપત્ર પણ જાહેર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલી જાહેરાત અનુસાર, B.A. ઇન ઇગ્લીંશ, B.Com. ઇન જનરલ, BCA એમ ત્રણ કોર્સ સ્નાતક કક્ષાના અને M.A. ઇન ઇગ્લીંશ, M.Com. ઇન જનરલ અને M.Sc. ઇન મેથેમેટીક્સ એમ ત્રણ કોર્સ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના શરૂ કરવામાં આવશે.
આ તમામ 6 કોર્સ સંપૂર્ણપણે ઓનલાઇન હશે. ઉલ્લેખનીય બાબત છે કે, વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસની સાથે પણ આ ઓનલાઇન કોર્સ કરી શકશે. એટલે કે, વિદ્યાર્થી એકસાથે બે અભ્યાસક્રમમાં પ્રવેશ અને ડિગ્રી મેળવી શકશે. ઓનલાઇન અભ્યાસક્રમ બાદ મળેલા સર્ટિફિકેટ કે પ્રમાણપત્રો ગુજરાત યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમોની સમકક્ષ માન્ય રહેશે.
ઓનલાઇન અભ્યાસ માટે આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ કલાસ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ, લેપટોપ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઇન અભ્યાસ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષમાં બે વખત ઓનલાઇન માધ્યમથી પ્રવેશ ફળવવામાં આવશે. આ અભ્યાસક્રમ માટે વિશ્વના કોઇપણ જગ્યાએથી પ્રવેશ મેળવી શકાશે. આ અભ્યાસક્રમ માટે પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ કરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની અનુકુળતાએ ઓનલાઇન અભ્યાસ કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
