GTUની પરીક્ષાઓ મોકૂફ, લેવાઈ શકે છે ઑનલાઈન, ગુજરાત યુનિવર્સિટીમાં બંને વિકલ્પ
જીટીયુએ 20મીથી શરુ થઈ રહેલ ડિગ્રી-ડિપ્લોમાં એન્જિયનિરીંગની પરીક્ષાઓ હાલમાં મોકૂફ રાખી દીધી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ રાખવા અથવા ઑનલાઈન લેવા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેને પગલે હવે જીટીયુએ 20મીથી શરુ થઈ રહેલ ડિગ્રી-ડિપ્લોમાં એન્જિયનિરીંગની સેમેસ્ટર-3ની પરીક્ષાઓ હાલમાં મોકૂફ રાખી દીધી છે. ટૂંક સમયમાં નવેસરથી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

ગુજરાત ટેકલનોલૉજીલકલ યુનિવર્સિટી(જીટીયુ)ની પરીક્ષાઓ ઑનલાઈન પણ લેવાઈ શકે છે. જીટીયુ દ્વારા 20મીથી રાજ્યભરમાં ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરીંગ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ શરુ થનાર હતી જે ઑફલાઈન લેવામાં આવનાર હતી અને તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને સેન્ટરો પણ ગોઠવાઈ ગયા હતા પરંતુ કોરોનાના કારણે પરીક્ષા ઑનલાઈન લેવાની ઉગ્ર માગં ઉઠી હતી. જેને પગલે યુનિવર્સિટીએ આ પરીક્ષા મોકૂફ કરવી પડી છે.
જીટીયુ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરવામાં આવશે અને પરીક્ષાના દિવસ પહેલા નવી તારીખો જાહેર કરવામાં આવશે. ઑનલાઈન પરીક્ષા લેવાય તેવી સંભાવના છે. ઑનલાઈન મૉડમાં ટેબ્લેટ કે મોબાઈલથી પરીક્ષા આપવા દેવી કે નહિ તેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા હાલમાં પરીક્ષા કઈ રીતે લેવાશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જીટીયુ દ્વારા ફેબ્રુઆરીમાં ડિગ્રી-ડિપ્લોમા સહિતના કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ લેવાનાર હતી જે હવે પાછી ઠેલાશે.
આ તરફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરીમાં લેવાનારી યુજી-પીજી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ ઑનલાઈન અને ઑફલાઈન એમ બંને રીતે લેવાશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ ઓમિક્રૉન અને કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈને મેડિકલ સિવાયની આગામી તમામ પરીક્ષાઓ વિદ્યાર્થીઓને પસંદગી પ્રમાણે ઑનલાઈન કે ઑફલાઈન બંને વિકલ્પ આપવામાં આવશે. પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. વળી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં છે, વીર નર્મદ યુનિવર્સિટીની 17 જાન્યુઆરીથી શરુ થનાર છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટી દ્વારા હાલમાં ઑનલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે. એસપી યુનિવર્સિટી દ્વારા 24મીથી જૂનાગઢ યુનિવર્સિટીમાં પણ 24મીથી પરીક્ષા શરુ થનાર છે તેમજ ઉત્તર ગુજરાત યનુવર્સિટીમાં પણ હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
