Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના દિવસે અમદાવાદના આ રસ્તા બંધ રહેશે
Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય ગણેશ ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. વિસર્જનના દિવસે બપોરના 1 વાગ્યાથી અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.

કયા રસ્તાઓ બંધ રહેશે?
- સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ, બંને તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
- શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફના રસ્તાઓ બંધ રહેશે.
- પાલડીથી ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલિસબ્રિજ તરફના રસ્તાઓ પર પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
- ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ અને સારંગપુરથી કાલુપુર તરફનો માર્ગ પણ બંધ રહેશે.
- રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ અને ગુરુદ્વારા તરફનો રસ્તો પણ બંધ રહેશે.
શહેરના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત AMTS બસ સેવાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને બિનજરૂરી રાહ ન જોવી પડે. નાગરિકોને અપીલ છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા વૈકલ્પિક રસ્તાઓ વિશે માહિતી મેળવી લે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
