CMએ કર્યું ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) દ્વારા રણાસણ જંક્શન પર રૂપિયા 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતાં સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ-મહેસાણા- હિંમતનગર તરફ આવતા-જતા ટ્રાફિકનું ભારણ ઘટવા પામશે.

આ ઓવરબ્રિજના બાંધકામથી સરદાર પટેલ રિંગ રોડ પર અવર જવર કરતાં નાનાં-મોટાં વાહનો તેમજ કોમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.
રણાસણ ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સર્વે બાબુભાઈ પટેલ, અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જતીન પટેલ, એએમસીના કમિશનર એમ થનારસન તથા ઔડાના સીઈઓ ડી. પી. દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુડ ગવર્નન્સ એટલે સામાન્ય માનવીને સુખ, સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, શહેરીવિકાસ સહિત શહેરીજનો માટે મનોરંજન અને જનસુખાકારી વધે તેવા અનેકવિધ વિકાસ પ્રકલ્પો થકી વિકાસની પરિભાષા ખરાં અર્થમાં સાર્થક થઈ રહી છે. એટલે જ આજે આપણા શહેરો હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આગળ આવી રહ્યા છે, અને દેશમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરો સતત વિકસી રહ્યા છે.
મુખ્યમંત્રીના હસ્તે AMC અને ઔડાના આશરે 216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં સમાવિષ્ટ ઔડાના 60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ તથા રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
