અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત

ગુજરાતના અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતના અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર શ્રેય હોસ્પિટલમાં આગ લાગી છે. આ દૂર્ઘટનામાં 8 લોકોના માર્યા જવાના સમાચાર છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આગ કયા કારણોસર લાગી છે. આ દૂર્ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપી દીધા છે. આ દૂર્ઘટનાની તપાસ ગૃહ વિભાગના અધિક સેક્રેટરી સંગીતા સિંહની આગેવાનીમાં થશે. મુખ્યમંત્રીએ ત્રણ દિવસની અંદર તપાસનો રિપોર્ટ આપવા કહ્યુ છે.

fire

શ્રેય હોસ્પિટલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. અહીં મોડી રાતે 3 વાગે આ આગ લાગી હતી. ઘટના બાદ સ્થળ પર ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ગઈ, 10 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. જે સમયે આ દૂર્ઘટના બની એ વખતે 50 બેડવાળી હોસ્પિટલમાં 45 દર્દીઓ ભરતી હતા. ઘટના બાદ બધા દર્દીઓને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે અમદાવાદ હોસ્પિટલમાં થયેલ દૂર્ઘટનાથી દુઃખી છુ. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે. પ્રાર્થના કરુ છુ કે ઘાયલો જલ્દી સાજા થઈ જાય. મે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર સાથે વાત કરી છે અને સ્થિતિની માહિતી લીધી. પ્રશાસન અહીં સંભવ દરેક લોકોની મદદ કરી રહ્યુ છે. સૂત્રો અનુસાર આ દૂર્ઘટના શૉર્ટ સર્કિટ થવાથી થઈ છે. જે 8 લોકોના મૃત્યુ થયા છે તેમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X