ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય એવા અકસ્માતમાંનો છે. એમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે એમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. જોકે પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. જ્યારે તથ્ય સ્વસ્થ થશે ત્યારે પોલીસ તેની ધરપકડ કરશે.

તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા.
જેગુઆરમાં આગળની સીટ પર એક આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ અટકાયત કરી છે.
તથ્યને હજી ગત વર્ષે 11 ફેબ્રુઆરી 2022ના રોજ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનું લાઇસન્સ મળ્યું હતું, જેની વેલિડિટી 19 ડિસેમ્બર 2043 સુધીની છે. લાઇસન્સમાં તેની જન્મતારીખ 20/12/2003 બતાવે છે. તેના લાઇસન્સને હજી 20 વર્ષની વેલિડિટી બાકી હતી, પણ હવે એનું લાઇસન્સ રદ થવાની શક્યતા છે અને ફરી લાઇસન્સ ઈસ્યુ થશે કે કેમ એ સવાલ ઊઠ્યો છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા અમદાવાદ આવ્યા છે. હોસ્પિટલોમાં મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. સહાયને લઈને પરિવારજનોએ મંત્રીને બે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે પૈસાની તાણ નથી. અમે સરકારને 8 લાખ આપીએ. જોકે પોલીસે આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.
સિવિલ હોસ્પિટલમાં મૃતકોનાં પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં ગમગીન વાતાવરણ જોવા મળ્યું છે. હોસ્પિટલમાં કોણ કોને સાંત્વના આપે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ પણ આ દૃશ્યો જોઇ સમસમી ગઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
