Crime News: ACBએ DA કેસમાં પૂર્વ GIL એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ સામે નોંધ્યો ગુનો
Crime News: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અપ્રમાણસર સંપત્તિ (DA) કેસમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ના પૂર્વ એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર સામે ગુનો નોંધ્યો છે.
કાનૂની સ્ત્રોતો દ્વારા રૂપિયા 65,31,380 ની આવક સામે તેણીએ પોતાના અને તેના આશ્રિતો માટે 4.73 કરોડ ખર્ચ્યા હતા. આ તેની કાનૂની આવક કરતાં 624.43 ટકા વધુ હતી.

એસીબીને ગાંધીનગરમાં તેની મિલકતો મળી આવી હતી, જેમાં ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં સિદ્ધરાજ ઝેડ પ્લસમાં પેન્ટહાઉસ યુનિટ D701 અને D702, ગાંધીનગરના કોબામાં મનોરમ્ય રિટ્રીટ સોસાયટીમાં 375 ચોરસ યાર્ડનો રહેણાંક પ્લોટ અને કાળા અને સિલ્વર કલરની બે સ્કોડા કાર, સફેદ i10 અને i20 કાર નો સમાવાશ થાય છે.












Click it and Unblock the Notifications
