અમદાવાદમાં કોરોના કેસોમાં સતત વધારો, 24 કલાકમાં 5998 નવા કેસ, 3ના મોત

અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 5998 નવા કેસ નોંધાયા હતા.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 5998 નવા કેસ નોંધાયા હતા. ઈસનપુર અને પાલડીના એક-એક અને એક અન્ય વિસ્તારના મળીને કુલ 3 કોરોના દર્દીના મોત થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં કુલ આઠ દર્દીના મોત થયા હતા. એસવીપી હૉસ્પિટલમાં મંગળવારે કોરોનાના 85 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી 28 દર્દી ઑક્સિજન અને આઈસીયુ બેડમાં સારવાર હેઠળ છે.

coronavirus

અમદાવાદમાં શહેરમાં 17 જાન્યુઆરીના રોજ 4340 કેસ નોંધવામાં આવ્યા હતા અને 1 દર્દીનુ મોત થયુ હતુ. 18 જાન્યુઆરીના રોજ 5998 કેસ નોંધાયા અને ત્રણ દર્દીના મોત થયા હતા. 2846 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મંગળવારે 60 કે તેથી વધુ વય ધરાવતા લોકો ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન મળીને 7302 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. 15થી 18 વર્ષની વયુના 3588 બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. 7735 લોકોને કોરોના રસીને પહેલો ડોઝ અને 13843 લોકોને રસીનો બીજો ડોઝ અપતાા કુલ 28880 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની વાત કરીએ તો મંગળવારે શહેરના નવા 23 સ્થળને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનના 6, પશ્ચિમ ઝોનના ચાર, ઉત્તર ઝોનના બે, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ત્રણ, પૂર્વ ઝોનના ચાર અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર સ્થળનો સમાવેશ થતા કુલ 105 સ્થળ સક્રિય માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના સંક્રમણનો ટેસ્ટ કરાવનારા દરેક ચોથી વ્યક્તિ પૉઝિટિવ આવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે બીજી લહેરની સરખામણીમાં મૃત્યુ દર અને હૉસ્પિટલાઈઝેશનનો દર ઘણો નીચો છે. 24 કલાકાં 5998 કેસમાંથી 350 દર્દીને દાખલ કરવા પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X