રાષ્ટ્રીય એકતા દિવસ: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 'યુનિટી માર્ચ'ને કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદ: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે, 31 ઓક્ટોબર, શુક્રવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે સવારે અમદાવાદમાં 'સરદાર @150 યુનિટી માર્ચ' નું પ્રસ્થાન કરાવ્યું હતું. આ માર્ચ દ્વારા 'એક ભારત, આત્મનિર્ભર ભારત' ના સંદેશને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જાણો ક્યાંથી ક્યાં સુધી યોજાઈ યુનિટી માર્ચ
- પ્રારંભ સ્થળ: નારણપુરા સ્થિત સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી.
- સમય: સવારે 7.30 કલાકે.
- માર્ગ: આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી.
CM ભૂપેન્દ્ર પટેલની સાથે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકતાના શપથ લીધા હતા.
More From
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
