ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલ, નમાઝને લઈને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી થઈ હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, નમાજને લઈને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી થઈ છે.
સમાચારો અનુસાર, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં રવિવારે મોડી રાત્રે કેટલાક યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

આ વિદેશી વિદ્યાર્થીઓ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોના છે. ઘાયલ વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુવકોના એક જૂથે તેમની પર નમાજ ન પઢવા દબાણ કર્યું. ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને ન્યાયી તપાસ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
પીડિત વિદ્યાર્થીઓએ કહ્યું કે, કેમ્પસમાં કોઈ મસ્જિદ નથી તેથી તેઓ રમઝાન દરમિયાન તરાવીહની નમાજ અદા કરવા માટે હોસ્ટેલની અંદર એકઠા થયા હતા.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળાએ હોસ્ટેલમાં ધસી આવી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને રૂમમાં તોડફોડ કરી.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા.
વિદ્યાર્થીએ જણાવ્યું કે, ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીઓમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને તુર્કમેનિસ્તાનના એક-એક અને આફ્રિકન દેશોના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઘટનાના અડધા કલાક બાદ પોલીસ આવી પહોંચી. ત્યાં સુધીમાં ટોળું નાસી ગયું. ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે અને તેમણે દૂતાવાસોને જાણ કરી છે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 300 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 75 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલના એ બ્લોકમાં રહે છે. ગઈકાલે સવારે 10:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓનું એક જૂથ નમાઝ અદા કરી રહ્યું હતું. 20-25 લોકો આવ્યા અને તેમને પૂછ્યું કે તમે અહીં નમાઝ કેમ અદા કરી રહ્યા છો અને તેમણે મસ્જિદમાં નમાઝ અદા કરવી જોઈએ.
તેમની વચ્ચે બોલાચાલી થઈ, પથ્થરમારો થયો અને બહારથી આવેલા લોકોએ તેમના રૂમમાં તોડફોડ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 20-25 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. શ્રીલંકા અને તાજિકિસ્તાનના બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
