બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનનુ અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે જ્યાં એરપોર્ટ બહાર તેમનુ ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ તેમનુ સ્વાગત કર્યુ. બ્રિટિશ પીએમનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 15 મિનિટનો રોડ શો યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાફલા સાથે જોડાયા હતા. યુકેના પ્રધાનમંત્રીનુ અભિવાદન કરવા માટે સુભાષબ્રીજ કલેક્ટર ઑફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન આજથી બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતના ગાંધીનગરથી થશે. સવારે આઠવવાગે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા. સાડા નવ વાગે સાબરમતી આશ્રમ પહોંચશે. 11 વાગે પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. વળી, કૈલાસનાથન ચીફ પ્રિન્સીપાલ સેક્રેટકરી સીએમઓ સાથે જશે. બપોરે બે વાગે ગાંધીનગર હેલીપેડ પરત ફરશે. બપોરે અઢી વાગે ગુજરાત બાયોટેકનોલૉજી યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં બેઠક પતાવ્યા બાદ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે.
જાણો બ્રિટિશ પીએમનો સમગ્ર ભારત કાર્યક્રમ
- બોરિસ જૉનસન 21 એપ્રિલે પ્રમુખ વ્યાપારિક સમૂહના નેતાઓને મળવા અને યુકે ને ભારતના વાણિજ્યિક, વેપાર અને લોકોના સંબંધો પર ચર્ચા કરવા માટે અમદાવાદ આવશે.
- શુક્રવારે જૉનસન રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સ્વાગત સમારંભામાં શામેલ થશે અને બાદમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
- યુકેના પ્રધાનમંત્રી 22 એપ્રિલે નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે જ્યાં યુકેના નેતા અને ભારતની રણનીતિક રક્ષા, રાજનાયિક અને આર્થિક ભાગીદારી પર ઉંડી ચર્ચા કરશે જેનો ઉદ્દેશ ઈંડો પેસિફિકમાં ગાઢ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અને સુરક્ષા સહયોગને આગળ વધારવાનો છે.
- બ્રિટનના પ્રધાનમંત્રી જૉનસન ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ વાતચીત કરશે. બપોરે લગભગ એક વાગે બંને પક્ષ હૈદરાબાદ હાઉસમાં પ્રેસ નિવેદન જાહેર કરશે.
- આ ઉચ્ચ સ્તરીય યાત્રા દરમિયાન જૉનસન, આ વર્ષની શરુઆતમાં શરુ કરવામાં આવેલી મુક્ત વેપાર સમજૂતી(એફટીએ) વાતચીત પર પણ ચર્ચા કરશે.
UK PM Boris* Johnson arrives in Ahmedabad, Gujarat. He is on a 2-day India visit pic.twitter.com/yzwlX5Dppg
— ANI (@ANI) April 21, 2022
#WATCH | UK Prime Minister Boris Johnson arrived in Ahmedabad earlier in the morning to start his India visit and was accorded a grand welcome at the airport
— ANI (@ANI) April 21, 2022
He will later travel to New Delhi to meet PM Modi. pic.twitter.com/7ImtyLXhNZ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
