અમિત શાહ ગુજરાતને આપશે 1,548 કરોડના પ્રોજેક્ટની ભેટ
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12મ ફેબ્રુઆરીના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ અમદાવાદમાં રૂપિયા 1548.42 કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ગૃહમંત્રી અમિત શાહ 12 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે નવા વાડજ નજીક અખબાર નગર પાસેના મિર્ચી ગ્રાઉન્ડ ખાતે તમામ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ગાંધીનગર લોકસભામાં શહેરના પૂર્વ-પશ્ચિમ ઝોનમાં રૂપિયા 899.05 કરોડના ખર્ચે બનેલા 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે, અને રૂપિયા 649.37 કરોડના 23 પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં બનેલા મલ્ટી લેવલ પાર્કિંગ લોટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મકરબા રેલવે અંડરપાસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. મેમનગર, થલતેજ અને રાજપથ ક્લબ પાસે પાણી વિતરણ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
મણિનગર અને ઠક્કરબાપાનગરમાં પુનર્વસન કરાયેલ આવાસ યોજનાના મકાનોનું પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. શાકભાજી બજારો, આંગણવાડીઓ, શહેરી આરોગ્ય કેન્દ્રો, ડ્રેનેજ લાઈનો વગેરે જેવી વિવિધ સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
