અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે થઈ શકે સજાનુ એલાન
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદઃ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે વિશેષ અદાલતે દોષિતોને સાંભળ્યા હતા. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે. બચાવ પક્ષના વકીલો રજૂઆત કરશે. સરકાર પક્ષ દ્વારા સજા અંગે રજૂઆત થઈ શકે છે. જેમાં 49 આરોપીઓે વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ 49 આરોપીઓની અંતિમ સજા પર સુનાવણી થશે. વિશેષ કોર્ટ કોઈ પણ સમયે સજાનુ એલાન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરીએ સજાના એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી. જેમાં કોર્ટ તમામ પક્ષની રજૂઆત એક પછી એક સાંભળી જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગી રહ્યો છે.
અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બૉમ્બ બ્લાસ્ટની એ ઘટનામાં 20 સ્થળોએ 21 ધમાકા થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી.
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને પોલિસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લિંક મળી હતી અને એ તમામ આતંકીઓ સુધી પણ પોલિસ પહોંચી હતી. જેમાં ભરુચમાંથી મળેલી એક લિંકે આખો ભેદ ઉકેલ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
