અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આરોપીઓની સજા અંગે આજે કોર્ટમાં સુનાવણી, 49ને જાહેર કર્યા છે દોષિત
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજા માટે આજે સુનાવણી થશે.
અમદાવાદઃ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજા અંગે કોર્ટે મૌખિક અવલોકન કર્યુ હતુ. સજાના હુકમ માટે આજે સુનાવણી થશે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં મંગળવારે ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કુલ 77માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને કોર્ટમાં લાવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદત માંગી હતી. જેની સામે કોર્ટે કહ્યુ કે એવી કઈ જોગવાઈ છે બતાવો. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે દોષિતોને સુધરવાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવે.
પ્રોસિક્યુશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોએ જધન્ય ગુનો કર્યો હતો અને માટે તેમને મહત્તમ સજા થવી જોઈએ. પ્રોસિક્યુશન દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો અને રજૂઆત કરી હતી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
