અમદાવાદ પોલીસની પહેલ : સાયબર સાથી ચેટબોટ લોન્ચ કરાયુ
નાગરિકોને ન્યાય અપાવવા અને ચોરાયેલો મુદ્દામાલ પરત કરવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ અને સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે અમદાવાદમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન ચોરી, લૂંટ, અને સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓના ભોગ બનેલા નાગરિકોને તેમનો મુદ્દામાલ સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યો. જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસે છેલ્લા એક મહિનામાં ૨૬ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી છે.
સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આ આધુનિક ચેટબોટ નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાઓ વિશે માહિતી આપશે અને ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થશે. તેમણે નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે ૧૧૨ નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી.
જણાવી દઈએ કે, છેલ્લા સાત મહિનામાં ૪,૬૦૦ થી વધુ કાર્યક્રમો દ્વારા ૧૨૭ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પીડિત નાગરિકોને પરત સોંપવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
