અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો, જાણો નવા ભાવ
અમદાવાદમાં આ વર્ષના ફ્લાવર શો 2026 માટે ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. AMCની રિક્રિએશનલ કમિટીએ ગત વર્ષ કરતાં 10ના વધારા સાથે નવા પ્રવેશ દર નક્કી કર્યા છે.
સોમવારથી શુક્રવાર દરમિયાન 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે 80 ફી રહેશે, જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે આ ફી 100 નક્કી કરાઈ છે. AMC શાળાઓના બાળકો માટે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી 1 વાગ્યા સુધી માત્ર 10 પ્રવેશ ફી રાખવામાં આવી છે.

સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 વાગ્યાના પ્રાઈમ ટાઈમ સ્લોટ માટે 500ની વિશેષ ફી નિર્ધારિત છે. જો કે, 12 વર્ષથી નીચેના બાળકો, તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને ભારતીય સૈનિકોને આ શોમાં વિનામૂલ્યે પ્રવેશ મળશે.
ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે, ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ વિસ્તારમાં યોજાશે. AMC રિક્રિએશનલ કમિટીના ચેરમેન, જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના હસ્તે આ શો ખુલ્લો મુકાશે.
ફ્લાવર શો 2026 માટે અંદાજે 17 થી 18 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જેમાં સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ અને મંડપ સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે. માત્ર જુદા જુદા સ્કલ્પ્ચર માટે જ લગભગ 8 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
આ વર્ષે શો ભારત એક ગાથા થીમ પર આધારિત છે, જે પૌરાણિકતાથી આધુનિકતા સુધીના ભારતના પ્રવાસને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર્સ દ્વારા પ્રદર્શિત કરશે. ગુજરાતના ગરબા સહિત દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યોની પ્રતિકૃતિઓ આ શોનું મુખ્ય આકર્ષણ બનશે.
ઈસરોના સ્પેસ શટલ, ઓપરેશન સિંદૂર અને દેવો-દાનવોના સમુદ્ર મંથન જેવા સ્કલ્પ્ચર્સ મુલાકાતીઓને મોહિત કરશે. આ ઉપરાંત, ફ્લાવર વેલી, સેલ્ફી પોઇન્ટ અને ફ્લાવર વોલ જેવા અન્ય આકર્ષક સ્કલ્પ્ચર્સ પણ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
