અમદાવાદઃ નાનૂકાકા એસ્ટેટના કેમિકલ પ્લાન્ટમાં થયેલા ધમાકાથી 12 મજૂરોના મોત

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં નાનૂકાકા એસ્ટેટ સ્થિત એક કેમિકલ પ્લાન્ટમાં એક પછી એક ઘણા ધમાકા થયા.

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં નાનૂકાકા એસ્ટેટ સ્થિત એક કેમિકલ પ્લાન્ટમાં એક પછી એક ઘણા ધમાકા થયા. જેના કારણે ત્યાં કપડાના ગોડાઉનમાં આગ લાગી ગઈ. પરિસરની અંદર એ વખતે ઘણા લોકો હાજર હતા. દિવાલ ધસી પડવાના કારણે ત્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાઈને મરી ગયા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ આ દૂર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની સંભાવના છે. સળગતા ગોડાઉનમાંથી ત્રણ લોકોને પણ બચાવવામાં આવ્યા છે.

ahmedabad fire

આગ ઓલવવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ (એએફઈએસ)ના પ્રમુખ મિનોચ દસ્તુરે કહ્યુ કે આ દૂર્ઘટના દરમિયાન ઘટના સ્થળેથી ઘણા લોકોને બચાવવામાં આવ્યા. જ્યારે અમુક સંભવતઃ કાટમાળની નીચે દબાયા. દસ્તૂરે જણાવ્યુ કે કપડાના ગોદામમાં આગ તેની પાસેના પ્લાન્ટમાં વિસ્ફોટના કારણે લાગી. અહીં રાસાયણિક કારખાનાની બાજુમાં જ કપડા ગોદામ સ્થિત હતુ. જેની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ અને આગ લાગી ગઈ. આગથી આખા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ.

માહિતી મુજબ આગ ઓલવવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ(એએફઈએસ)ને 12 વાહન લાગ્યા હતા. ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવ્યા કે એ પરિસરમાં ફાયર સેફ્ટી સિસ્ટમ નહોતી. દૂર્ઘટના બાદ હવે કેમિકલ પ્લાન્ટા સંચાલકો પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ બાબતે ટેક્સટાઈલ ગોડાઉનના માલિકે કહ્યુ, 'મારા નુકશાન માટે અહીં ચાલી રહેલ રાસાયણિક કારખાના જવાબદાર છે કે જે ગેરકાયદે રીતે ચાલી રહ્યુ હતુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X