અમદાવાદ કોર્પોરેશનનુ 8111 કરોડ રૂપિયાનુ ડ્રાફ્ટ બજેટ કરાયુ રજૂ, નાગરિકો પર કોઈ વેરા વધારો નહિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ 2022-23નુ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા દ્વારા રજૂ કરવામાં આવ્યુ.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ 2022-23નુ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા દ્વારા વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યુ. કમિશ્નર દ્વારા 8111 કરોડ રૂપિયાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 636 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષ 7475 કરોડ રૂપિયાનુ બજેટ હતુ. આ વખતે ડ્રાફ્ટ બજેટમાં સ્વસ્છતા અને પ્રદૂષણ મુક્ત શહેર માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.

બજેટમાં ઝોન દીધ 7 સ્માર્ટ સ્કૂલો બનાવવાનો ઉલ્લેખ છે. ટ્રાફિકની કામગીરી માટે 60 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આરોગ્ય તેમજ હોસ્પિટલ માટે બજેટ હેઠળ 160 કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલનુ નવીનીકરણ, 225 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલનુ નવીનીકરણ, 180 કરોડના ખર્ચે શારદાબેન હોસ્પિટલનુ નવીનીકરણ, 60 કરોડના ખર્ચે નવા અર્બન હેલ્થ સેન્ટર -10 તેમજ સીએચસી-2 બનાવાશે.
હાઉસિંગ માટે 355 કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. પાણી માટે 375.85 કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. નવા 15 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનશે. નવા 8 હયાત વોટર ડિસ્ટ્રીબ્યુશન ઓગમેન્ટેશન, 3 ઓવરહેડ ટેન્ક, 6 ભૂગર્ભ ટાંકી બનશે. જાસપુરથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 2500 મીનીની એમએસ લાઈન નંખાશે.
ડ્રેનેજ માટે 601.54 કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. જેમાં 2 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 5 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 2 સુએઝ નેટવર્ક, 8 ડ્રેનેજ લાઈન, 2 ડિશીલ્ટીંગના કામ થશે. વળી, 456 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ અને શહેરના તળાવો વિકસાવવાનુ કામ કરવામાં આવશે. શહેરમાં 275 કિમીના રોડ બનશે. શહેરમાં હાલમાં 79 બ્રીજ છે. 10 બ્રીજનુ કામ ચાલુ છે. આગામી વર્ષે 13 નવા બ્રીજ બનશે. અર્બન ટ્રાન્સપોર્ટ માટે 200 કરોડનુ બજેટ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
