અમદાવાદ BRTSના રૂટમાં કરાયો ફેરફાર, જાણો નવા રૂટ
Ahmedabad BRTS Routes: અમદાવાદ શહેરમાં કાલુપુર જંકશનના પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે, જેના પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય રસ્તો ત્રણ વર્ષ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી.
રોડ બંધ થવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર પરિવહન એકમ BRTS દ્વારા BRTS બસ સેવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવે છે.
AMC ની પેટાકંપની અમદાવાદ જનમાર્ગ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, BRTS બસ સેવાઓમાં મુજબ ફેરફારો થશે.
આ ફેરફારો સપ્ટેમ્બર 11, 2024 થી અમલમાં આવશે. નાગરિકોને નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે.

કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે. રૂટ નંબર 201 એન્ટી સરક્યુલર રૂટ અને સિવિલ હોસ્પિટલથી કાલુપુરનો રૂટ નંબર 18 સદંતર બંધ રહેશે. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફથી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતામંદિર તરફથી જશે. જ્યારે નરોડા તરફથી આવતી BRTS હવે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઉપર ઇસ્કોન અને ભાડજ તરફ જશે
પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, કુલ 7 BRTS રૂટ પ્રભાવિત થશે, જેમ કે રૂટ નંબર 2 (SP રીંગ રોડ - ભાડજ સર્કલ), રૂટ નંબર 8 (નરોડા ગામ - ઈસ્કોન ક્રોસરોડ્સ), રૂટ નંબર 7 (નારોલ થી ઝુંડાલ સર્કલ). ), રૂટ નંબર 14 (નરોડા ગામથી સાણંદ સર્કલ), રૂટ નંબર 101, રૂટ નંબર 201 (આરટીઓ એન્ટી સરકયુલર રૂટ), અને રૂટ નંબર 18 (સિવિલ હોસ્પિટલ - કાલુપુર)નો સમાવેશ થાય છે.
પોલીસ કમિશનરની કચેરીના જાહેરનામા મુજબ, સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના 200 મીટરના રસ્તાની એક બાજુ 11 સપ્ટેમ્બર, 2024 થી 10 સપ્ટેમ્બર, 2027 સુધી ટ્રાફિક માટે બંધ રહેશે, જ્યારે સામેની લેનને વનવે રોડમાં ફેરવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
