Ahmedabad: આપઘાતનું હોટસ્પોટ બની અમદાવદની સાબરમતી નદી, જાણો આંકડા અને કારણો
Ahmedabad: સાબરમતી નદીનું નામ સાંભળો એટલે તમને રિવરફ્રન્ટના નયન રમ્યો દ્રશ્યો આંખો સામે આવી જાય. જોકે, હવે આ નદી નયન રમ્યમાંથી નયન ભીના કરતી બનતી જઇ રહી હોય તેવું જણાઇ રહ્યું છે. જેનું કારણ એ છે કે, 16 નવેમ્બરના રોજ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે.
આ ઘટનામાં ફાયર બિગેડ દ્વારા લાશ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલુ વર્ષે સાબરમતી નદીમાં કુલ 180 કોલ ફાયર બ્રિગેડ દ્વારા અટેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં 150 થી વધારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા સાબરમતી નદીના કિનારા પર લોકો આવતા પહેલા વિચારતા હતા, જે રિવરફ્રન્ટ બન્યા હવે પર્યટનનું સ્થળ બની છે. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર વિદેશી મહેમાનો મુલાકાત લે છે.
આ સ્થળો પરથી મળી લાશ
- બહેરામપુરાના કિશન પરમારની લાશ આંબેડકર બ્રિજ નજીક ખોડીયાર નગર પાસેથી મળી
- કાગડાપીઠના સંજય પરમારની લાશ સરદાર બ્રિજ નજીક જમાલપુર પાસેથી લાશ મળી
- એલિસ બ્રિજ નજીક હરીહરાનંદ આશ્રમ પાસેથી મહિલાની લાશ મળી, જેની ઓળખ થઇ શકી નથી
- વલભસદન પાસેથી પણ અજાણ્યા પુરુષની લાશ છે, જેની ઓળખ થઇ શકી નથી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં સાબરમતી નદી પર મોતની ઘટનાના 1200 થી વધુ કોલ નોંધાયા છે. જેમાં કુલ 257 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે 785થી વધુ લોકોના મોત થયા છે, જેમની લાશ નદીમાંથી મળી આવી હતી.
જીવન ટૂંકાવવાના કારણો અંગે વાત કરવામાં આવે, તો પ્રેમ સંબંધ, લગ્નેતર સબંધ, ઘર કંકાસ અને આર્થિક સંકડામણ કે બીમારી જેવા કારણ જોવા મળે છે.
છેલ્લા 7 વર્ષના આંકડાઓ
- 2017 માં 290 કોલ મળ્યા - 74 લોકોને બચાવાયા - 217 લાશ મળી
- 2018 મા 151 કોલ મળ્યા - 35 લોકોને બચાવાયા, 116 લાશ મળી
- 2019 માં 108 કોલ મળ્યા - 20 લોકોને બચાવાયા, 88 લાશ મળી
- 2020 માં 141 કોલ મળ્યા - 29 લોકોને બાચાવાયા, 98 લાશ મળી
- 2021 માં 179 કોલ મળ્યા - 47 લોકોને બચાવાયા, 132 લાશ મળી
- 2022 માં 209 કોલ મળ્યા - 28 લોકોને બચાવાયા, 179 લાશ મળી
- 2023 માં (નવેમ્બર સુધીમાં) 180 થી વધુ કોલ મળ્યા - 24 લોકોને બચાવાયા - 156 કરતા વધુ લાશ મળી
નોંધનીય બાબત છે કે, સાબરમતી નદીની રિવર રેસ્ક્યુ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2014માં 300 થી વધુ કોલ નોંધવામાં આવ્યા હતા. આ ઘટનાઓ રોકવા માટે વર્ષ 2018માં નદી પરના તમામ બ્રિજની સેફ્ટિ વોલની ઉંચાઇ વધારી સેફ્ટી નેટ ફિટ કરવામાં આવી છે. આ પગલા લેવામાં આવ્યા બાદ પણ મોતમાં કોઇ સુધારો નોંધાયો ન હતો.
આ પગલા બાદ લોકોએ બ્રિજના સ્થાને રિવર ફ્રન્ટ પર આત્મહત્યા કરી રહ્યા છે, અને ઘટનામાં વધારો નોંધાયો હતો. વર્ષ 2020માં કોરોના સમયે આત્મહત્યાની ઘટનાઓમાં ઘટાડો થયો હતો. જે બાદ ગત બે વર્ષમાં નદી પરથી આત્મહત્યા કરવાના કિસ્સામાં વધારો નોંધાઇ રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
