Ahmedabad Accident News: અમદાવાદ: 13મા માળેથી નીચે ખાબકતાં 3 મજૂરના મોત
Ahmedabad Accident News: રાજ્યના મેગા સિટી અમદાવાદમાં શુક્રવારની રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગમાં કામદારોને લઈ જઈ રહેલી લિફ્ટ તૂટી પડતાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટના કન્સ્ટ્રક્શન સાઇટ ઝવેરી ગ્રીન્સ બિલ્ડિંગના સ્થળે બની હતી.
અમદાવાદની આ બિલ્ડિંગના 13મા માળે રાત્રે કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક કામદારને લઈ જતો ઝૂલો પડી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય મજૂરોનું દુઃખદ અવસાન થયું હતું.

તબીબે ત્રણેય કામદારોને મૃત જાહેર કર્યા - ત્રણેય કામદારો ઝૂલા પરથી પડી ગયાની જાણ થતાં જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
કેસમાં તપાસ શરૂ કરી - આ અકસ્માત બાદ બાંધકામ સ્થળ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, તે તપાસ બાદ બહાર આવશે.
કામ બંધ થયા બાદ પણ કર્મચારીઓ રોકાયા - અમદાવાદના એસપી (ગ્રામીણ) અમિત વસાવાએ જણાવ્યું હતું કે, અમદાવાદના ઘુમામાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ત્રણ કામદારોના મોત થયા હતા. એક કામદાર લપસીને પડી ગયો હતો અને પોતાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેણે તેના અન્ય સાથીદારને પણ ખેંચી લીધો હતો.
બાંધકામ સાઈટ સાંજે 6 કલાકે બંધ થઈ ગઈ હતી, પરંતુ કોઈ કારણસર કામદારો ત્યાં જ રહી ગયા. હાલમાં તપાસ ચાલી રહી છે, તપાસ પૂરી થયા બાદ વધુ માહિતી શેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
