4 વિન્ટર સ્પેશિયલ ટ્રેનની જાહેરાત, જાણો રૂટ અને સમય
Ahmedabad: પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તે બાંદ્રા ટર્મિનસ-ભાવનગર, બાંદ્રા ટર્મિનસ-ઉજ્જૈન, બાંદ્રા ટર્મિનસ-આબુ રોડ અને બાંદ્રા ટર્મિનસ-ઉદયપુર સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 4 વિશેષ ટ્રેનો દોડશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09209/09210 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ (2 ટ્રીપ્સ) - ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 30મી ડિસેમ્બર, 2023ના રોજ 09.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.00 કલાકે ભાવનગર પહોંચશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 09210 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભાવનગરથી શુક્રવાર, 29 ડિસેમ્બર, 2023ના રોજ 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09041/09042 બાંદ્રા ટર્મિનસ-ઉઇઆઇન સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ્સ)(રિઝર્વેશન) - ટ્રેન નં.09041 બાંદ્રા ટર્મિનસ -ઉજ્જૈન સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 27મી ડિસેમ્બર, 2023ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે ઉજ્જૈન પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09042 ઉજ્જૈન - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 28મી ડિસેમ્બર, 2023ના રોજ ઉજ્જૈનથી 15.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ અને રતલામ સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09035/09036 બાંદ્રા ટર્મિનસ-આબુ રોડ સ્પેશિયલ (2 ટ્રિપ્સ) - ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ - આબુ રોડ સ્પેશિયલ શુક્રવાર, 29મી ડિસેમ્બર, 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે આબુ રોડ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નં.09036 આબુ રોડ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ આબુ રોડથી શનિવાર, 30મી ડિસેમ્બર, 2023ના રોજ 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં AC2 -Tier, AC 3-Tier, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09033/09034 બાંદ્રા ટર્મિનસ - ઉદયપુર સ્પેશિયલ (2 ટ્રીપ્સ) - ટ્રેન નંબર 09033 બાંદ્રા ટર્મિનસ - ઉદયપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 30મી ડિસેમ્બર, 2023ના રોજ 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે ઉદયપુર પહોંચશે.
આવી જ રીતે, ટ્રેન નંબર 09034 ઉદયપુર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ઉદયપુરથી રવિવાર, 31 ડિસેમ્બર, 2023 ના રોજ 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, નિમચ, ચિત્તૌરગઢ, માવલી અને રાણા પ્રતાપ નગર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09033, 09035, 09210 અને 09209 માટે બુકિંગ 28મી ડિસેમ્બર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલ્લું છે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
