Video: ઈંતેજાર ખતમ Sacred Games 2નું ખતરનાક Trailer, આ વખતે સૌથી મોટો ખેલ
Video: ઈંતેજાર ખતમ Sacred Games 2નું ખતરનાક Trailer, આ વખતે સૌથી મોટો ખેલ
આખરે ફેન્સનો ઈંતેજર ખતમ થઈ ગયો. સેક્રેડ ગેમ્સ 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કેટલાક દિવસ પહેલા સીરીઝનું પહેલું પોસ્ટર લૉન્ચ થયું હતું. જ્યાં કેટલાય નવા કલાકારો સિઝન 2નો ભાગ બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે તેની ટ્રેલર અને રિલીઝ તારીક સામે આવી ગઈ છે. વિશ્વાસ કરો, ફેન્સને પહેલાથી પણ વધુ ખતરો અને ડ્રામા જોવા મળશે. જે તમારી ઉત્સુકતા વધારી દેશે. બીજી સીઝનના ટ્રેલરની શરૂઆત જૂની કહાનીને રવાઈન્ડ કરીને કરવામાં આવી છે. 2 મિનિટ અને 10 સેકન્ડનું આ ્રેલ તમને બાંધીને રાખવામાં સંપૂર્ણપણે કામયાબ થાય છે. કહેવામાં કંઈ વાંધો નથી કે આ વખતેની કહાની પહેલાથી વધુ દિલચસ્પ જોવા મળી રહી છે.

સેક્રેડ ગેમ્સ 2
ગઈ સિઝનની જેમ આ વખતે પણ નવાજુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાન પોતાના અતિ પ્રભાવિત કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. પરંતુ અસલી મજા પંકજ ત્રિપાઠીના કેરેક્ટરમાં જોવા મળી રહ્યો છે જે એક ગુરુજીના રોલમાં છે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર વેબ સીરીઝનું ટ્રેલર શેર કર્યું છે.
જુઓ ટ્રેલર
ટ્રેલરની સાથે લખ્યું છે કે બોલે તો ગેમ ઓવર. આ વખતે કલ્કિ કોચલિન અને રણવીર શૌરી પણ મહત્વની ભૂમિકામાં જોવામ ળી રહ્યા છે. આ વખતે કહાની તમને કઈ રીતે લઈ જશે એ તો ખબર નહિ પરંતુ ગાયતોંડે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે જંગ કા વક્ત આ ગયા છે. આ વેબ સીરિઝ તમે 15 ઓગસ્ટી જોઈ શકો છો. જણાવી દઈએ કે સેક્રેડ ગેમ્સને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ ડિરેક્ટ કર્યો છે. આ બીજી સિઝન નેટફ્લિક્સ પર જ સ્ટ્રીમ થશે. નીચે જુઓ આનો વીડિયો અને 2019ની મોસ્ટ વૉટ વેબ સીરિઝની લાંબી યાદી...

મિર્જાપુર 2
2018ના અંતમા મિર્જાપુર રિલીઝ થઈ ગઈ. કાલીન ભઈયાની કહાનીએ સૌકોઈને ગેંગ ઑફ વાસેપુરની યાદ અપાવી દીધી. એમેઝૉન પ્રાઈમ પર આ સિરીઝને એટલી પસંદ કરવામાં આવી કે હવે આ સિરીઝનો બીજા ભાગની તૈયારી ચાલી રહી છે. જેને 2019માં રિલીઝ કરવામાં આવશે.

બ્રીથ 2
એમેજૉનના હાલમાં જ રિલીઝ થયેલ બ્રીથ સીરિઝ પણ લોકોને ભારે પસંદ આવી હતી. અત્યાર સુધી આર માધવન આ સીરીઝ માટે હજુ સુધી લોકોથી વધામણી લઈ રહ્યા છે. આ સીરીઝનો ભાગ 2 જલદી જ આવશે. આ વખતે આર માધવનની જગ્યાએ અભિષેક બચ્ચન જોવા મળશે.

ફરગૉટન આર્મી
સુભાષ ચંદ્ર બોઝની ટીમ ઈન્ડિયન નેશનલ આર્મી પર આધારિત એક વેબ સીરિઝને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. આ વેબ સીરીઝમાં આઝાદીની લડાઈ દરમિયાન મહિલા અને પુરુષોની કહાની દેખાડવામાં આવશે. આ સીરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ગત એક વર્ષથી આ સીરીઝની ચર્ચા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વર્ષે સીરીઝ લૉન્ચ થઈ જશે.

બાહુબલી
બાહુબલીની કરોડોની કમાણી બાદ હવે આ વેબ સીરીઝ તરીકે ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ વેબ સીરીઝના પહેલા સીઝનમાં નવ એપિસોડ દેખાડવામાં આવશે. વિદ્રોહી છોકરીથી એક બુદ્ધિમાન રાણી બનવાની શિવગામીના સફરને દેખાડવામાં આશે. આ સીરીઝ આનંદ નેલાકાંતનની નૉવેલ ધી રાઈઝ ઑફ શિવાગામી પર આધારિત છે.

બાર્ડ ઑફ બ્લડ
એક્ટર ઈમરાન હાશમી હવે નેટફ્લિક્સની વેબસીરીઝમાં જોવા મળનાર છે. વેબ સીરીઝનું નામ છે બોર્ડ ઑફ બ્લડ. સુપરસ્ટાર શાહરુખ ખાન આ સીરીઝને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. બૉર્ડ ઑફ બ્લડ, 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ધી વર્ડિક્ટ- સ્ટેટ વર્સિસ નાનાવટી
ધી સ્ટેટ કેસ અને બોસ ડેડ/અલાઈવ જેવી હિટ વેબ સીરીઝ બાદ ઑલ્ટ બાલાજી વધુ એક દમદાર વેબ સીરીઝ લઈને આવ્યું છે. અલ્ટ બાલાજીએ બહુપ્રતીક્ષિત ડ્રામા ધી વર્ડિક્ટ- સ્ટેટ વર્સિસ નાનાવટીનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

મોમઃ ધી વુમન બિહાઈન્ડ મિશન મંગલ
એકતા કપૂરની વધુ એક વેબ સીરીઝ મોમઃ ધી વુમન બિહાઈન્ડ મિશન મંગલની ચર્ચા તેજીથી થઈ રહી છે. આ એ ચાર મહિલા વૈજ્ઞાનિકોની કહાની દેખાડવામાં આવશે જેઓ આ વર્ષે 2013ના ભારતના માર્સ આર્બિટર મિશનમાં સામેલ રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
