Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રીવ્યુ: સ્ટેટ વર્સિઝ નાણાવટીઃ શાનદાર એક્ટિંગ સાથે રિયલ સ્ટોરી

જાતિ ધર્મ, દેશ અને મીડિયા. આ તમામ શબ્દો એક સાથે દેખાય તો જવાબ હોય છે વિવાદ. સોશિયલ મીડિયાના જમાનામાં દેશ અંગેના કોઈ પણ વિવાદને વાઈરલ થવામાં વાર નથી લાગતી.

રિવ્યુઃ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિઝ નાણાવટી (વેબ સિરીઝ)

કલાકારોઃ માનવ કૉલ, સુમીત વ્યાસ, કુબરા સૈત, એલી એવરામ, અંગદ બેદી, સૌરભ શુક્લા, સ્વાનંદ કિરકિરે, મકરંદ દેશપાંડે

ઓટીટીઃ જી5, ઓલ્ટ બાલાજી

જાતિ ધર્મ, દેશ અને મીડિયા. આ તમામ શબ્દો એક સાથે દેખાય તો જવાબ હોય છે વિવાદ. સોશિયલ મીડિયાના જમાનામાં દેશ અંગેના કોઈ પણ વિવાદને વાઈરલ થવામાં વાર નથી લાગતી. સોશિયલ મીડિયા સમાચારોનો ભંડાર બની ચૂક્યુ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સમય એવો પણ હતો જ્યારે સોશિયલ મીડિયા, મોબાઈલ વગરના જમાનામાં પણ કેટલાક ગંભીર કિસ્સા રહ્યા છે, જેણે આખા દેશની ધડકનો વધારી દીધી હતી.

the verdict state vs nanavati

આવો જ એક કેસ હતો પારસી નેવી અધિકારીનો. વર્ષ 1959માં 27 એપ્રિલના દિવસે એક તેજતર્રાર પારસી નેવી અધિકારીએ પોતાની રિવોલ્વરની ત્રણ ગોળીઓથી એક પૈસાદાર સિંધી વેપારીની હત્યા કરી નાખઈ. પછી પોલીસ સામે જઈને પોતાનો ગુનો કબુલી લીધો. તેના પર આધારિત છે ઓલ્ટ બાલાજી અને જી5ની વેબસિરીઝ ધ વર્ડિક્ટ - સ્ટેટ વર્સિઝ નાણાવટી.

કેટલાક વર્ષો પહેલા આ જ વિષય પર અક્ષયકુમારની ફિલ્મ રુસ્તમ રિલીઝ થઈ છે. પરંતુ રુસ્તમથી અલગ માનવ કૉલ, સુમિત વ્યાસ, અંગદ બેદી અને એલી એવરામની આ સિરીઝ આખા કેશને એકદમ ફ્રેશ રીતે રજૂ કરે ચે. અહીં પક્ત એક પારસી નેવી અધિકારી જ નથી તેની સાથે પારસી અને સિંધી સમાજ જોડાયેલા છે. મીડિયાની મહત્વની ભૂમિકા હોવાની સાથે સાથે દેશની ઈજ્જત અને સુરક્ષાની પણ વાત છે.

the verdict state vs nanavati

10 એપિસોડની આ વેબસિરીઝ આ કેસના દરેક પાસાંની હકીકત બતાવે છે, જેનાથી કોર્ટ રૂમ ડ્રામામાં રોમાંચક વળાંકો આવે છે. સિરીઝની શરૂઆત ભારતના જાણીતા વકીલ રામ જેઠમલાણીથઈ થાય છે, જે આ કેસના ઈતિહાસમાં જઈ તેને તપાસી રહ્યા છે. રામ જેઠમલાણીની ભૂમિકામાં સુમિત વ્યાસ છે. સુમિત વ્યાસે આ પાત્રમાં રામ જેઠમલાણીના કદને શાનદાર અભિનયથી જાળવ્યું છે.

તેજતર્રાર વકીલના પાત્રમાં સુમિત વ્યાસ પોતાની કોમેડીથી હળવાશ જાળવી રાખે છે. નાણાવતીના મુખ્ય પાત્રમાં માનવ કૉલ બિલકુલ ફિટ છે. એલી અબરામ નાણાવટીની પત્ની મિસિઝ સિલ્વિયા નાણાવટીના પાત્રમાં સહજ દેખાઈ રહી છે. તો અંગદ બેદી અને સુમિત વ્યાસના કોર્ટ રૂમ સીન પણ સરસ છે. રિસર્ચ વર્ક સારું હોવાથી આ સિરીઝના દરેક એપિસોડ રસપ્રદ છે. મકરંદ દેશપાંડે, સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરેની એક્ટિંગ ઉમદા છે. આ ત્રણેયની એક્ટિંગથી કોર્ટ રૂમ ડ્રામા મજબૂત બને છે. આ શાનદાર કલાકારોની જોડીને કારણે આખી વેબસિરીઝ સારી બની છે. બોમ્બેને દરેક ફ્રેમમાં જોવું એ સારો અહેસાસ આપે છે. 1959ના હિસાબે દરેક પાત્રના કોસ્ચ્યુમ પણ પ્રભાવિત કરે છે.

the verdict state vs nanavati

ડાયલોગ અને સ્ક્રીન પ્લે પ્રમાણે સિરીઝના દરેક એપિસોડને રસપ્રદ વળાંક આપવામાં આવ્યા છે. જો તમને કોર્ટરૂમ ડ્રામા જોવા ગમે છે અને નાણાવટીની ઐતિહાસિક સ્ટોરીની પડદા પાછળની વાત જાણવી હોય તો સિરીઝ મસ્ટ વૉચ છે. અમારા તરફથી તેને 3 રેટિંગ.

આ પણ વાંચો: વેબસીરીઝ માટે કન્ટેન્ટ સર્ટિફિકેશન વિશે વિચારી રહી છે સરકાર

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X