'ધ ફેમિલી મેન'ની બીજી સિઝન રિલીઝ, એમેઝોન પ્રાઈમે દર્શકોને આપી આ સરપ્રાઈઝ
જો તમે વેબસીરિઝના દીવાના હોય તો તમારા માટે એક સારા સમાચાર છે જ્યાં એમેઝોન પ્રાઈમે 'ધ ફેમિલી મેન' સીરિઝનો બીજો પાર્ટ રિલીઝ કરી દીધો છે.
નવી દિલ્લીઃ જો તમે વેબસીરિઝના દીવાના હોય તો તમારા માટે એક સારા સમાચાર છે જ્યાં એમેઝોન પ્રાઈમે 'ધ ફેમિલી મેન' સીરિઝનો બીજો પાર્ટ રિલીઝ કરી દીધો છે. લાંબા સમયથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. વળી, આ સિઝનનો પણ પહેલાની જેમ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે સાથે જ બધા સ્ટોરી અને મનોજ વાજપેયીની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે.

દર્શકોને કર્યા સરપ્રાઈઝ
પહેલી આ સીરિઝ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી પરંતુ એ દરમિયાન ટેકનિકલ કારણોસર તેને ટાળી દેવામાં આવી. ત્યારબાદ 4 જૂને રિલીઝ ડેટ બતાવવામાં આવી પરંતુ નક્કી સમયથી ઘણા કલાકો પહેલા એટલે કે 3 જૂને જ તેને એમેઝોન પ્રાઈમે રિલીઝ કરી દીધી. એવામાં સરપ્રાઈઝ મેળવીને ફેન્સ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. વળી, આ સિઝનમમાં 9 જ પાર્ટ છે જેના દરેક પાર્ટનુ ડ્યુરેશન 45-50 મિનિટની આસપાસ છે જ્યારે પહેલી સિઝનમાં 10 પાર્ટ હતા.

તમિલનાડુમાં પ્રતિબંધની માંગ
જો કે તમિલનાડુમાં 'ધ ફેમિલી મેન 2' પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ રહી છે. હાલમાં જ તમિલનાડુના સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી મનૂ થંગારાજે સીરિઝ પર બેન અંગે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યુ કે હું તમારુ ધ્યાન અપમાનજનક કન્ટેન્ટ અને નિંદનીય ધ ફેમિલી મેન 2 હિંદી વેબ સીરિઝ તરફ દોરવા માંગુ છે જેમાં તમિલ ઈલમના યોદ્ધાઓને ખોટી રીતે ચિત્રણ કર્યુ છે. તેમણે આગળ કહ્યુ કે જે ટ્રેલર સોશિયલ મીડિયા નેટવર્ક પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ તેનો હેતુ શ્રીલંકામાં તમિલોના સંઘર્ષને ખોટી રીતે રજૂ કરવાનો હતો.

શું છે સ્ટોરી
જો તમે પહેલી સિઝન જોઈ હોય તો તે મુખ્ય રીતે કાશ્મીર અને પાકિસ્તાનના આતંકવાદ પર આધારિત હતી. જ્યારે આ સિઝનમાં પાક સમર્થિત આતંકીઓ અને તમિલ વિદ્રોહીઓની સાંઠગાંઠ બતાવવામાં આવી છે. વળી, લોકોના મનમાં એક સવાલ છે કે પહેલા પાર્ટના અંતમાં જે આતંકી હુમલો થવાનો હતો તેનુ શું થયુ? તો આનો જવાબ જાણવા માટે તમારે સીરિઝ જોવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
