Kissing સીન કરવામાં મને કોઈ સમસ્યા નથી, 'હિકઅપ્સ એન્ડ હુકઅપ્સ' વિશે પતિને જણાવ્યું હતુંઃ લારા દત્તા
Kissing સીન કરવામાં મને કોઈ સમસ્યા નથી, 'હિકઅપ્સ એન્ડ હુકઅપ્સ' વિશે પતિને જણાવ્યું હતુંઃ લારા દત્તા
લારા દત્તા અત્યારે પોતાની વેબ સિરીઝ 'હિકઅપ્સ એન્ડ હુકઅપ્સ'ને લઈ ચર્ચામાં છે. અહેવાલ મુજબ આ સિરીઝમાં લારા દત્તાએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે. ફિલ્મમાં લારા એક સિંગલ મધરની ભૂમિકામાં જોવા મળશે. એક ઈન્ટર્વ્યૂમાં લારાએ કહ્યું કે ઑનસ્ક્રીન કિસિંગ સીન આપવામાં તેમને કોઈ પ્રોબ્લમ નથી, અને આ પ્રોજેક્ટ માટે તેમણે પહેલેથી જ પોતાના પતિ સાથે ચર્ચા કરી લીધી છે.

ઑનસ્ક્રીન કિસિંગ સીન આપવામાં મને કંઈ વાંધો નથી
હાલમાં જ એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં લારાએ કહ્યું કે તેને ઑનસ્ક્રીન કિસિંગ સીન અને બોલ્ડ સીન કરવામાં કોઈ સમસ્યા નથી થતી કેમ કે શૂટિંગ દરમિયાન આવા સીન કરતી વખતે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. તેમણે કહ્યુ્ં કે ઈન્ટીમેટ સીન્સ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. સ્ક્રીન પર તમને જેવું જોવા મળે છે તેવું શૂટિંગ દરમિયાન બિલકુલ પણ નથી થતું.

અભિનેત્રી તરીકે બધું જ કરવા માંગું છું પરંતુ ભારતમાં
લારા દત્તાએ કહ્યું કે એક અભિનેત્રી હોવાના નાતે હું બધા જ પાસાંઓ તલાશવા માંગું છું, પરંતુ ભારતમાં હું કોઈની પત્ની, કોઈની માં, કોઈની દીકરી અને કોઈની વહુ છું અને માટે અહીં અમારા પર અમુક પ્રતિબંધો લાગૂ પડતા હોય છે, અમેરિકામાં આવું નથી. અને જ્યારે હું 'Hiccups and Hookups' જેવા પ્રોજેક્ટ કરું છું તો અમારે થોડું વિચારવું પડે છે, પરંતુ એક અભિનેત્રી હોવાના નાતે વિચારું છું કે હું આવું કેમ ના કરી શકું. સાચું કહું તો બહુ ઓછી મેઈન સ્ટ્રીમ એક્ટ્રેસ એવી હશે જે આ રોલ કરશે.

શું આ સિરીઝને લઈ તમારા પતિ સાથે વાતચીત કરી હતી
જ્યારે લારા દત્તાને પૂછવામાં આવ્યું કે શું તમે 'Hiccups and Hookups' જેવી બોલ્ડ સિરીઝ માટે તમારા પતિ મહેશ ભૂપતિ સાથે વાત કરી હતી? જેના પર લારાએ કહ્યું કે આ પ્રોજેક્ટ વિશે હા કહેતા પહેલાં જ તેમણે પોતાના પતિને તેણીના રોલ વિશે જણાવી દીધું હતું, જેથી તે સહજતા સાથે આ રોલ નિભાવી શકે. જણાવી દઈએ કે લારા દત્તા કૃણાલ કોહલી દ્વારા નિર્દેશિત 'Hiccups and Hookups' નામની વેબ સિરીઝમાં જોવા મળશે, જે 26 નવેમ્બરે લૉયન્સગેટ પ્લે પર રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
