અજય દેવગણ સાથે 'રૂદ્ર- ધ એજ ઑફ ડાર્કનેસ'માં દેખાશે ઈશા દેઓલ, ઓટીટી ડેબ્યુ માટે તૈયાર
અભિનેત્રી ઈશા દેઓલ તખ્તાની આગામી ક્રાઈમ ડ્રામા સીરિઝ રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ સાથે ડિજિટલ સ્પેસમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
લાંબા બ્રેક પછી કમબેક કરીને અભિનેત્રી ઈશા દેઓલ તખ્તાની આગામી ક્રાઈમ ડ્રામા સીરિઝ રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ સાથે ડિજિટલ સ્પેસમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ વેબ સીરિઝ જલ્દી ડિઝની હૉટ સ્ટાર વીઆઈપી પર લૉન્ચ થશે. ઈશા એક દશકથી વધુ સમય બાદ પોતાના સાથી બૉલિવુડ મેગાસ્ટાર અજય દેવગણ સાથે દેખાશે. રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ એક થ્રિલર સીરિઝ છે જેનુ શૂટિંગ જલ્દી મુંબઈમાં શરૂ થશે.

હું મારા ડિજિટલ ડેબ્યુ માટે ઉત્સાહિત છુ
પોતાના કમબેક પર વાત કરીને ઈશાએ કહ્યુ - ડિઝની હૉટ સ્ટાર વીઆઈપી પર રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ માટે અપ્લૉઝ અને બીબીસી સ્ટુડિયોઝ સાથે કામ કરવાના આ અવસરથી હું ખુશ છુ.' અભિનેત્રીએ આગળ કહ્યુ, 'એક અભિનેતા તરીકે હું એ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં વિશ્વાસ કરુ છુ જે મને કંઈક નવુ શોધવા દે અને મને એક દર્શક તરીકે પણ આકર્ષિત કરે. ઓટીટી સ્પેસની શાનદાર સફળતા જોઈને હું મારા ડિજિટલ ડેબ્યુ માટે ઉત્સાહિત છુ. હું લાંબા સમય બાદ અજય દેવગણ સાથે કામ કરવા માટે પણ ઉત્સુક છુ. તે ઘણી ફિલ્મોમાં મારા માટે એક શાનદાર સહ-કલાકાર રહ્યા છે.'

લૂથર(Luther)ની હિંદી રિમેક
રુદ્ર- ધ એજ ઑફ ડાર્કનેસ બ્રિટિશ સાઈકોલૉજિકલ ક્રાઈમ ડ્રામા સીરિઝ લૂથર(Luther)ની હિંદી રીમેક છે. અજય દેવગણ આ સીરિઝમાં એક પોલિસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યા છે જે આગળ જતા એક સાઈકો ક્રિમિનલ બની જાય છે. લૂથરમાં ઈદરિસ એલ્બાએ ડીસીઆઈ જૉન લૂથરનો રોલ નિભાવ્યો હતો. એલિસ મોર્ગન રુથ વિલ્સનનના રોલમાં હતી. 2010થી 2019 દરમિયાન આની પાંચ સિઝન આવી ચૂકી છે. પહેલી સિઝનમાં 6 એપિસોડ્ઝ હતા. બીબીસી વન પર આનુ પ્રસારણ થયુ હતુ.

બાંધીને રાખતી કહાની
સીરિઝ પર જલ્દી કામ શરૂ થશે અને મુંબઈની આઈકૉનિક લોકેશન્સ પર આનુ શૂટિંગ કરવામાં આવશે. પોતાના ડિજિટર ડેબ્યુ વિશે અજયે કહ્યુ - 'મારી હંમેશાથી કોશિશ એ જ રહી છે કે યોગ્ય લોકો સાથે શ્રેષ્ઠ કામ કરુ. રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ બાંધીને રાખનાર કહાની છે અને આ સફરની શરૂઆત કરવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છુ.' અભિનેતાએ આગળ કહ્યુ કે, 'પડદા પર પોલિસવાળાની ભૂમિકા નિભાવવી મારા માટે નવી નથી પરંતુ આ વખતે આ ભૂમિકા વધુ ગાઢ, મુશ્કેલ અને ડાર્ક છે. મને આ ભૂમિકાના વ્યક્તિત્વએ સૌથી વધુ પ્રભાવિત કર્યો. સંભતઃ આ વર્તમાન સમયમાં સૌથી ગ્રે કેરેક્ટર છે.'

આવી સીરિઝ નથી બની
ડિઝની પ્લસ હૉટ સ્ટારના પ્રેસીડેન્ટ અને હેડ સુનીલ રાયને કહ્યુ કે રુદ્રનુ નિર્માણ મોટા પાયે કરવામાં આવી રહ્યુ છે. દેશમાં આ પ્રકારની કહાનીઓ હજુ સુધી બતાવવામાં નથી આવી. આ મેટ્રોની સાથે-સાથે દેશની બાકી જનતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
